________________
૧૩૪
ઘમી ધમ્પિલકુમાર પાલન કરીશ. મારી આ માગણીથી મારા પ્રત્યે સહેજે પ્રેમભાવ ઓછે ન કરશે. હું આપને ખરા હૃદયથી ચાહું છું એટલે તમારા સિવાય અન્યને વરવાની નથી. કુમાર વિચારે છે. કે અહે ! આ સ્નેહ-પ્રેમ ! આવી ફાટફાટ થતી યુવાની ! અને આવી બ્રહ્મચર્યની પ્રાર્થના ! કંઈ નહિ જઈશું. થઈ પડશે. અને પિતાના ગળામાંથી એક મોટો હાર કાઢીને તે દાસીને આપ્યું અને કહ્યું તમારે હાર અમે સ્વીકાર્યો છે. અને તમારી પુત્રી રાજી રહે તેમ કરીશું. બિલકુલ ચિંતા કરશે નહિં. આ સાંભળી તે દાસી રાજી થઈ પોતાના સ્થાનકે પાછી ફરી અને બધી વાત રાજકુ. મારીને કહી રાજકુમારી રાજી રાજી થઈ ગઈ અને કુમારના વિયેગમાં બળવા લાગી.
બીજે દિવસે વહેલી સવારથી સ્વયંવર મંડપમાં તયારીઓ ચાલવા લાગી. દૂતો મારફતે દરેક રાજાઓને મંડપમાં લાવવામાં આવ્યા અને તેમની મુકરર કરેલી જગાએ સિંહાસન ઉપર બેસવા આજ્ઞા કરી. એક એકથી ચઢીયાતા અલંકારે અને આભુષણોથી સજ્જ થઈને આવી બેઠાં. દેખાવમાં જાણે કામદેવ બેઠાં હોય તેવાં લાગતાં હતાં પરંતુ જ્યારે ગુણવમાં આવીને પોતાના સિંહાસને બેઠાં ત્યારે તે સૌથી અધિક શુભતાં હતાં. અન્ય રાજાઓએ તે વરમા. બાની અપેક્ષા છેડી દીધી.
આ બાજુ રાજકુમારી નાહી ધોઈ શરીરે સુગંધી લેપ કરીને માથામાં સુગંધીત તેલ નાંખી-વાળની અત્યંત કલામય ગુંથણી કરી તેમાં ફુલમાળા ગોઠવી. અનેક પ્રકારના