________________
૧૩૬
ધર્મી-ધમ્મિલકુમાર – રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ અંગે દેશના સિંહ નામે રાજા છે. અને
ખરેખર તે સિંહ જેવાજ છે. મહા પરાક્રમી અને બળવાન છે. સશક્ત શરીર અને તુષ્ટપુષ્ટ યુવાન છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ મગધ દેશના મહાબલ નામે રાજા છે.
જેની કીર્તિ ભાટ-ચારણે ઠેર ઠેર ગાય છે. આ રાજાએ રાજગૃહી નગરમાં લેકાન ઘર પણ રાજાના ઘર જેવા બનાવી દીધા છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ કાશીના રાજા વીરસેન છે. ઘણી કલાએ
પ્રાપ્ત કરી છે. સંગીતના પ્રેમી છે. ભલે રંગે શ્યામ છે. પરંતુ કામણગારા છે.
– રાજકુમારી આગળ ચાલી – પ્રતિહારી – આ સુરાષ્ટ્રના સૂર રાજ છે. દરિયે એમને
તમામ જરૂરિયાત પૂરી પાડે છે. અઢળક સંપત્તિના માલિક છે. વળી રાજ્ય અને ગીર. નાર જેવા મહાતીર્થના વારંવાર દર્શન પણ થશે
– રાજકુમારી આગળ ચાલી – કુંવરી જેની જેની પાસે આવી ઊભી રહેતી ત્યારે તે રાજવી અત્યંત આનંદ પામતે પરંતુ જ્યાં કુંવરી આગળ ચાલવા લાગતી ત્યારે તેઓ ઉદ્વેગ પામતા હતા.
હવે સૌ અનુક્રમે આવેલા ગુણવમ પાસે આવીને ઊભાં.