________________
આત્મકારક ગુણવર્મા
૧૨૯ શાળી હસમુખ બની જેથી અનેક નવયૌવનાના હૈયાને હચમચાવી મૂકનાર તેમના હૃદયમાં પ્રેમની ભાવના ઉત્પન્ન કરનાર બન્યું અને દુશ્મનોના હૈયામાં ભય ગભરાટ અને બીક ઉત્પન્ન કરનાર બની ગયે.
એક દિવસ રાજા દ્રઢધર્મ દરબાર ભરીને બેઠો હતે. રાજ ને લગતી અનેક સમશ્યાની વાતે ચાલી રહી હતી. રાજકુમાર પણ ત્યાં હાજર હતા. તે વખતે છડીદાર આવી બે હાથ જોડી પ્રણામ કરી ખબર આપ્યા કે હે સ્વામી ! શ્રીપુર નગરના શ્રીષેણ રાજાને એક દૂત આપને મળવા આવેલ છે. આપની આજ્ઞા હોય તે તેને આપની સમક્ષ આવવા દઉં. આપ અનુજ્ઞા આપો.
રાજાએ કહ્યું- શ્રીવેણ રાજાના દૂતને ખૂબ માનભેર મારી પાસે લઈ આવ. છડીદાર રાજાની આજ્ઞા મુજબ તે દૂતને ખૂબ સન્માન પૂર્વક રાજદરબારમાં લઈ આવ્યા.
દૂતે રાજસભામાં આવી ખૂબ જ નમ્રપણે નમી બે હાથ જોડીને દ્રઢધમ રાજાને અને સભાને પ્રણામ કરી રાજાએ સૂચવેલા આસને જઈને બેઠો.
દ્રઢધર્મ રાજાએ તેમના રાજાની તેમના પરિવારની અને સમગ્ર નગરની સુખાકારી વિષે પૂછયું અને અહીં કઈ કાર્ય સિદ્ધિ કરવા આવેલ છે? ત્યારે તે મહાબુદ્ધિશાળી ચતુર અને નમ્ર દ્વતે જણાવ્યું.
હે મહારાજા ! હે સર્વોત્તમ મહાપુરૂષ ! અમારા રાજાને ત્યાં જાણે જમીનમાંથી જન્મી ન હોય તેવી નાગકન્યા