________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૭ જિંદગી અલ્પ છે, અને જજાળ અનંત છે. સંખ્યાત ધન છે. અને તૃણુ અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહિં પણ જ્યાં જંજાળ અલપ છે. અને જિંદગી અપ્રમત્ત છે. તેમજ તૃષ્ણ અ૯પ છે. અથવા નથી. અને સર્વસિદ્ધિ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનાદિક લક્ષ્મી ભેગવિલાસમાં બાહ્ય પદાર્થમાં ગુમાવી રહ્યા છીએ. માટે આત્મા તું વિચાર કર.
વિષના સુખની આશા રાખવી એ વિષના ભજન વડે પેટ ભરવા બરાબર છે. વિષયે પ્રથમ સુખ દેખાડીને અનંત દુઃખ આપે છે. માટે કદી તેને વિશ્વાસ કરે ન જોઈએ. આ સંસારમાં રહી ક્ષણભંગુર ચીજેની પાછળ આંધળી દોટ મૂકવી અને સુખ મેળવવા વ્યર્થ ફાંફા મારવા એ નરી મૂર્ખતા છે. ઘોર અજ્ઞાન છે. આ સંસારમાં બધું જ નાશવંત છે. તેના ઉપર રાગ કે મેહ રાખવું જોઈએ નહિં અને કદાચ એ ચાલ્યા જાય તે તેની પાછળ કોઈ શેક કે ચિંતા કરવી ન જોઈએ. આપણું શું હતું? શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું છે? જે મનુષ્ય જન્મ પામીને ધર્મ ધ્યાન કરતાં નથી. પ્રભુ ભક્તિ કરતાં નથી. જપ તપ અને દાન ધર્મ કરતાં નથી તે ખરેખર મનુષ્ય હોવા છતાં પશુ સમાન છે. ધર્મથીજ તમામ દુઃખેને અંત આવે છે. ધર્મથી જ સંસાર રૂપી મહાસા. ગર સહેલાઈથી તરી જવાય છે. અને ધર્મથી જ જન્મ જન્મ ઉન્નતિ મળે છે. તેમજ જન્મ મરણના ફેરાનો અંત આવે છે. માટે ધર્મ કરે હવે ગુણવર્માનું દૃષ્ટાંત જુએ.