________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૫ કરોડપતિ જ થાય પણ તેમ બનતું નથી વળી કડપતિ અશુભ યોગે રેડપતિ થતા જોઈએ છીએ. આવા ઉદાહરણે દર્શાવે છે. કે કર્મ એક મહાન સિદ્ધાંત છે. તેને નકારીને કે ધર્મને ઉથાપીને અધ્યાત્મજ્ઞાન કે જીવન શકય નથી. વાસ્તવમાં સંસારી સુખે તે ધર્મની આડ પેદાશ છે. અને સંસારમુક્તિ તે ધર્મની મૂળ પેદાશ છે. માટે હે સુજ્ઞજને ધર્મ એ સાચું શરણ છે. કર્મોનું મારણ છે. ભવસાગરમાં તારણભૂત છે. ૦ હિત શિક્ષા
વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્માને સ્વભાવધર્મ શુદ્ધ, નિત્ય, મૈતન્યરૂપ જ્ઞાનમય છે. તેને અનંત પ્રકારે શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એ ગુણ સ્વભાવમાં રહેવું તે આત્માને ધર્મ છે. આત્માની નિર્વિકારી દશા તે ધર્મ છે. આત્માથે થતી સર્વ ક્રિયા વ્યવહાર રૂપ ધર્મ છે. કર્મની નિવૃત્તિ વડે થાય છે. માટે આત્માને ઓળખે.
આટલી હકીક્ત સમજાયા પછી હવે જીવને નિર્ણય થાય છે. કે મારે ધર્મ પામ છે. ધર્મનું આવું નિર્દોષ સાધન ત્યજી સદોષ જીવન જીવવાની મૂઢતા કરવી નથી. આવી નિઃશંક્તા અને નિર્ણય પછી માનવના સાચા જીવ. નને પ્રારંભ થાય છે. તે જીવનમાં ચેતાનાની અચિંત્ય શક્તિ પ્રગટ થાય છે. તે ચેતના સિદ્ધોની મહાસત્તાને અનુસરે છે. તે ચેતનાની અનુભૂતિ પછી ભક્તના ઉદ્ગાર કેવા અદૂભૂત હોય છે. આમા આત્માને આતમા વડે આત્મમાં રહેલી શક્તિ જેશે તે સિદ્ધ અવસ્થા પ્રગટ થશે.