________________
૧૬
ઘર્મી-ધમ્પિકમાર ૦ પુણ્યોદયનું કેલેરફેમ
દુઃખ અને પાપથી ખદબદતા સંસારથી વૈરાગ્ય કેમ પ્રાપ્ત થતું નથી કારણ કે આપણે બધાંએ પુણ્યદય નામનું કરેફર્મ સુંધી લીધું અને ભાન ગુમાવ્યું છે. એટલે આપણે એમજ માનીએ છીએ કે આવું સુખ કાયમ રહે વાનું છે, અને દુઃખ કયારે પણ આવવાનું નથી.
પુણ્ય ભેગવી નાખવું એ વાત અલગ હોવા છતાં પુણ્યને નશે ચઢે એ ભયંકર વાત છે.
જે આત્માઓને પુણ્યને ઉદયકાળ હેતું નથી. તે દુઃખી આત્માઓ સંસારથી વિરક્ત થઈ શક્તા નથી. કેમ કે તેને આવતી કાલના પુણ્યદયની બહુ મોટી આશા હોય છે. તેઓ ઝાંઝવાના જળ જેવા પુણ્યદય પાછળ ખુવાર થાય છે. પણ આ દુઃખી સંસાર છોડવા કદાપિ તૈયાર નથી. ત્યારે જ્ઞાની ક્ષણની પણ રાહ જોયા વિના પુણ્યને પડકાર આપી શાશ્વત સુખને પંથે જાય છે.
મિથ્યામતિને વશ થયેલા બાહય પદાર્થમાં ખોવાઈ જાય છે. લૂંટાઈ જાય છે. આયુષ્ય ઘટે પણ મેહ-પાપ બુદ્ધિ ઘટતી નથી. માટે જ રત્નાકર પચ્ચીસીમાં જણાવ્યું છે, કે.
આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ ઘટે, ઔષધ વિષે કરૂં ય પણ, હું ધર્મને તે નવ ગણું, બની મોહમાં મસ્તાના હું, પાયા વિનાના ઘર ચણું,