________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૨૩ શ્રીમંત છું. માલિક છું, પિતા છું પુત્ર છું આ ઘર આદિ સ્વજને મારા છે. હું તેમને છું અમે કયારેય છૂટા પડી શકીએ તેમ નથી. રેગ થતાં કહેશે મારા પિટમાં દુઃખે છે. હું મરી જઈશ આવા વિભાવ પરિણામમાં તે એક રૂપ થઈ જાય છે. વાસના રૂપ વિષય અને કષાયની પીડાથી પીડિત મનુષ્ય મુક્ત થવાનું અનુકુળ સયાગેમાં પૂર્વના સુસંસ્કાર વડે કથંચિત વિચારે છે. મુખ્યત્વે તે દુઃખના પ્રસંગે કંઈક વિચારણા કરે છે. વળી દુઃખ દૂર થતાં પાછો દેહ સાથે એકરૂપ થઈ જાય છે. સત્સંગ અને સત્યસંગજ આમભાવને ટકાવી રાખે તેવા સાધન છે. ઈચ્છાઓનો અભાવ તે મેક્ષમાર્ગની ગુરુચાવી છે. તેમાંથી જન્મ મરણને અભાવ થઈ પૂર્ણ મેક્ષ પ્રાપ્ત થાય છે. છે કે મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે.
જગતના ભૌતિક સુખ મળે યા ના મળે પણ ધર્મ કે જેમાં સરળતા, અન્યતા ઉદારતા, સમાનતા, નિરપેક્ષતા નિઃસ્વાર્થતા. નિરહંકારિતા, સમાયેલા છે. તે જ દેહત્યાગ કરવાનું પસંદ કરે છે. પણ ધર્મને છોડતા નથી. આવું સાહસ કરનારા જ પૂર્વ સંસ્કારના બળે વર્તમાનમાં ધર્મને જીવીને અનુક્રમે અર્થ અને કામને ગૌણ કરી કે વશ કરી મોક્ષને સાધવા પ્રેરાય છે.
ધર્મને અનુસરનારા જ કામને કોઈ પણ પ્રકારની ઈચ્છાઓને સર્વ પ્રકારે આધીન હોતા નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, અનુચર કે સમાજ સાથેનો તેમનો સંબંધ કેવળ આશા, તૃષ્ણ, અપેક્ષા, સ્વાર્થ કે હવશ હેત નથી.