________________
૧૨૨
ધર્મીધમ્મિલકુમાર થાય છે. તે અંતર સંશોધન કોઈ મહાભાગ્યથી સદ્દગુરુની . કૃપા-અનુગ્રહથી પામે છે.
આત્મા અનંત ગુણ–પર્યાયી છે, તેની શક્તિને ગુણ કહેવામાં આવે છે. તે ગુણ જન્ય પરિણામ તે પર્યાય છે. આત્મા અનંત ધર્મવાળે છે. સહભાવી ધર્મ તે ગુણ અને કમ ભાવી ધર્મ તે પર્યાય છે. તે પર્યાયે પણ અનંત છે, તે પળે પળે ઉપજે છે. અને શમે છે, પાણીના તરં. ગની જેમ સમજવું હવા આદિન નિમિત્તે પાણીના તરંગ ઉપજે છે. અને શમે છે.
પુદ્ગલ જડ ને જડના પર્યાય હોય છે. આત્મામાં ચેતનાદિ અનંતગુણ છે. પુદ્ગલને રૂપાદિ અનંત ગુણ હેય છે. આત્માના જ્ઞાન દર્શન રૂપ પર્યાય છે. અને પુદ્ગલને વર્ણ રૂપાદિ પર્યાયે છે. આત્મા ચેતનશક્તિ વડે જણાય છે. પુદ્ગલ રૂપાદિથી જણાય છે. બંનેની શકિતરૂપી પર્યા બંને દ્રવ્યમાં વ્યાપ્ત રહે છે. અને નિજ દ્રવ્યમાં રહીને ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણમે છે. ૦ ધર્માનુરાગીની પારંભની દશા
ધર્માનુરાગી જવ ધર્મ કિયા સમયે બોલે છે તો ખરે કે હું દેહ નથી. ઘર, નગર, સ્ત્રી, પુત્ર, કલત્ર. મિત્ર વગેરે મારાં નથી. હું આત્મા છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી છું, અજર છું, અમર છું, જ્ઞાતા-દેણા મારું સ્વરૂપ છે. ત્રિકાળ રહેવાવાળે છું, આવું ઘણું નિવેદન પ્રભુ સન્મુખ કરે છે. પણ જે નિમિત્ત વશ કર્મોદયે આત્મધાર ખંડિત થઈ કે અસાવધાન રહ્યો તે એ કહેશે હું અમુક છું.