________________
૧ર૦
ધમ ધમ્મિલકુમાર વસંતતિલકા સમજી ગઈ કે આ મદ્યોત્સવ કરી મારા ધમ્મિલને મદ્ય પાઈ- બહેશ કરી આજ કુટણીએ મારા પ્રિયતમને કાઢી મૂકે છે. હવે હું શું કરું? તેના વિના હું શી રીતે જીવી શકીશ” મારે દેહ માત્ર ધમિલે ભેગ લે છે. અરે તેના સિવાય અન્ય કે તેને ભેગવી શકશે નહિં. હવે જયાં સુધી મને મારો પ્રિયતમ પમ્મિલ નહિં મળે ત્યાં સુધી તાંબુલ ખાઈશ નહિં અને શરીર ઉપર આભુષણે પહેરીશ નહિ. તેમજ વેણીબંધ છેડવાની નથી.
આવું આકરૂં વ્રત લઈ સતી સ્ત્રીની માફક જીવન ગુજારવા લાગી. કુટણી ઘણું ઘણું સમજાવે છે. પણ વસ તતિલકા માનતી જ નથી અને પ્રિયતમના વિચારોમાંજ રાત દિવસ લીન રહી જીવન વિતાવે છે. કુલીન સ્ત્રી બની વૈરાગી જીવનમાં આનંદ માને છે. અત્યાર સુધી ભગવેલા સુખની યાદ વાગોળતી રહે છે. આ કણાનું બંધ કહેવાય.
હવે ધમિલ જંગલમાંથી નીકળીને રસ્તામાં આવતા એક મનહર ઉદ્યાનમાં ગયા. દ્રાક્ષના અનેક માંડવાથી તે બાગ અત્યંત સુશોભિત હતે. વળી અનેક કેળના ઝાડ નીચે કામી લોકે કીડા કરી રહ્યા હતાં. તેમણે લજજા અને ભયને વેગળા મૂકયા હતા. અનેક પ્રકારની સુગંધીત કુલેથી તેને પમરાટ ચારે બાજુએ ફેલાયેલું હતું. વાતાવરણ ખૂબ જ રમણીય અને આલ્હાદક હતું. આ માદક વાતાવરણમાં તેને તેની પ્રિયા યાદ આવવા લાગી. ત્યાંથી આગળ જતાં એક એક સાધુ ઝાડ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલાં જોયાં. તે મુનિ પાસે જઈ તેમની પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા.