________________
હાથના કર્યા હૈયે વાગ્યા
૧૧૯ બધાંજ ઉપાયે નકામા કરી નાંખ્યા. મનમાં વિચાર કરે છે કે હું મરવા ઇચ્છું છું અને મૃત્યુ પણ મારાથી દૂર ભાગે છે. એવામાં આકાશવાણી સંભળાણું કે “હે ધમ્મિલ તું મૃત્યુનું સાહસ કર નહિ” તેથી તેણે વિચાર્યું કે આપ ઘાત કર નકામે છે. જીવતો નર ભદ્રા પામે
જે હું આપઘાત કરીને મરી જઇશ તો મારા આત્માને શાંતિ નહિં મળે. વળી સમાજમાં અને સંસારમાં મારી વાતે થશે. આના કરતાં જે હું જીવતે રહીશ તે કદાચ ગુમાવેલી આબરૂ પાછી મેળવી શકાશે. ભૂતકાળને ભૂલાવી શકીશ. વળી સુરેન્દ્રદત્તના કુળને વેલે ચાલું રહેશે. ખરેખર હું મહામૂર્ખ છું. જિન ધર્મ જાણવા છતાં આ માર્ગે જવાનો વિચાર જ કેમ આવે? હવે તે હું જીવતો રહીશ. ગુમાવેલી લક્ષ્મી અને આબરૂ જરૂર પાછી મેળવીશ. અને જંગલમાંથી તેમ મૃત્યુથી પાછો ફર્યો.
આ બાજુ વસંતતિલકા મદ્યનું ઘેન ઉતરતાં જ મિલને શોધવા લાગી. પિતાના પ્રિયતમને નહિ જોવાથી વલોપાત કરવા લાગી. અને કુટણીને પૂછવા લાગી. કે હે માતા ! મારો મિલ કયાં છે ? ત્યારે કુટણું હસતાં હસતાં બોલી કે- એ નીચની મને શું ખબર? હું તેનું ધ્યાન રાખવા બેઠી નથી. અને હવે ફરીવાર એના વિષે પૂછીશ નહિં. તેમજ કુટણું કહે છે કે હે પુત્રી ! તું તે બહુ ચતુર છે. એટલે ખેટો પ્રેમ કરે તને ન શોભે ! તું તે હજુ નવયુવાન છે. સુંદર છે. ખૂબસુરત છે. એટલે હવે તે તેના જેવા બીજા અનેક પુરૂષે. તને મળી રહેશે !