________________
હાથના કર્યા હયે વાગ્યાં
૧૧૭ કરી આ પવિત્ર દેહને બદનામ કર્યો ! હું કેમ જીવતે રહ્યો ? સ્ત્રીના વચન અને ચંચળતામાં શા કારણે લેભાય.
ખરેખર આપણા જૈન સાધુ મુનિઓને ધન્ય છે. તેઓ કેવું ઉત્તમ પ્રકારનું ચારિત્ર્ય પાળે છે અને સ્ત્રીને વચને કે ચંચળતા કશું જ તેમને કરી શકતાં નથી. આજે મારી આંખે ખુલી ગઈ છે “જાગ્યા ત્યારથી સવાર” જીદગીમાં ફરી કદીયે વેશ્યાના શબ્દોથી કે ચંચળતાથી
ભાઈશ નહિ. આથી આ મારે નિર્ણય છે એમ વિચારી પોતાના ઘર તરફ વળે. પિતાના ઘરના બારણે આવી ઊભે. ઘર બંધ હતું. અવાવરૂ અને ઉજજડ હતું. તે વિચારવા લાગ્યું કે હવે શું કરું? કયાં જાઉં?
તપાસ કરતાં કઈ માણસે કહ્યું કે – ભાઈ તમે પરદેશી લાગે છે. અહીં સુરેન્દ્રદત્ત અને સુભદ્રા નામે શેઠશેઠાણી રહેતાં હતાં. મોટી ઉંમરે તેમને ત્યાં પુત્ર જન્મે. ખૂબ લાડકોડમાં ઊછેર્યો હતે પણ કમાગે તે પુત્ર વેશ્યાને ઘેર રહેતો થઈ ગયે, માતાપિતાએ અનેકવાર પાછા બોલાવ્યા પણ વેશ્યામાં આસક્ત થયેલ પુત્ર પાછા આવ્યું નહિ. દુઃખમાં દહાડા ગુજારતાં ગુજારતાં તેઓ બંન્ને દેવલોક પામ્યા છે. તેમનું ધન પણ ખલાસ થઈ ગયું. ત્યારબાદ અહીં ધમ્મિલની સ્ત્રી રહેતી હતી પરંતુ યૌવનાવસ્થામાં એકલું રહેવું એગ્ય ન લાગતાં આ ઘર વેચીને તે બાઈ તેના પિતાને ઘેર ગઈ છે. તેમને દુષ્ટ પુત્ર હવે કયાં છે તેની કોઈને ખબર નથી. “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કુળને વિનાશ થવાનો હોય ત્યારે જ આવા પુત્રો પાકે. પેટે પડયા પત્થર કહેવાય.