________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૫
તેાડી શકું. આ ધમ્મિલના ગુણામાં મારૂં હૃદય પીગળી ગયું છે. તે હવે પછી કદાપી અન્યની સાથે પ્રેમ કરી શકે તેમજ નથી. માટે હુવે પછીથી ફરી વાર આવું કદાપિ મેલીશ નહિ. અને જો તું ધમ્મિલને કાઢી મૂકશે તે હું પણ તેની પાછળ ચાલી નીકળીશ. આથી સમય માટે શાંત થઈ ગઈ. અને સમય તે। વહી રહ્યો. મનમાં અત્યંત દ્વેષ હેાવા છતાં તે ચૂપ રહીને પેાતાનુ કાર્ય કરવાની તક શેાધવા લાગી.
કુંટણી થાડા
એક દિવસ ઉત્સવ નિમિત્તે સૌ મદ્યપાન કરી અન દથી નૃત્ય કરતાં હતાં. વેશ્યાએ વસતતિલકા અને બીજી વેશ્યા એને પણ ખૂબજ મદ્યપાન કરાવ્યું. મદ્યના નશામાં સૌ આમતેમ ફરતી, ગમેતેમ ખેલતી. તાફાન મસ્તી કરવા લાગી. એજ સમયે ધસ્મિલને મેલાવીને કહેવા લાગી. હે મહાનુભાવ ? અમારા ઘરમાં રહેવા છતાં તું દારૂ પીતે નથી એથી મને દુઃખ થાય છે. આ નિર્દોષ ચીજ ને એકવાર વાદ કર પછી ખબર પડશે અરે ? ભગવાન કૃષ્ણ અને શ ંકર જેવા પણ પ્રેમથી પીતા આ ચીજ · તા ખરેખર બળને વધારનારી અને શરીરની કાંતિ વધારનારી છે. કમલમાં રહેનારી લક્ષ્મી પણ મદ્યને તિરસ્કારતી નથી. ચૌદ રત્નામાં મદ્યની ગણતરી થાય છે. માટે તું પ્રેમથી સ્વીકાર. આવું સાંભળીને ધમ્મિલે પણ તેનું સેવન કર્યું અને પરિણામે ઘેનમાં મેહેરા થઈ ને પડી રહ્યો.
જે સમયની તે કુંટણી રાહુ જોઈ રહી હતી તે સમય આવી પહેાંચ્યા અને સધ્યા સમયે દાસીએ મારફતે