________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૩ વિના એકલી સ્ત્રી નિરાધાર દિશામાં આવા નિર્જન મકાનમાં શી રીતે રહી શકે? પતિના માટે સમગ્ર જીવન સમર્પિત કરવાં છતાં પતિ પિતાના ન થયાં અંતે મનમાં વિચારે છે કે સગાં-સંબંધી અને સ્વજનેની હાજરીમાં મારે હાથ પકડે હોવા છતાં મને તરછેડીને કેમ ચાલ્યા ગયાં છે! મારે શું વાંક ગુને છે? હું ખાનદાન કુટુંબની સ્ત્રી છું એટલે મર્યાદા છેડી શકતી નથી. નહિંતર હું જાતે વેશ્યાને ઘેર આવીને તમને મનાવી સમજાવીને પાછા લઈ આવતે. તમે મારા હૈયામાં વસે છે છતાં મારી વેદના જાણતા નથી. આ મારું દુર્ભાગ્ય છે. બીજું શું કહું !
ત્યારબાદ યમતી પિતાના સસરાનું મકાન વેચી દઈને તેમજ સંસાર સુખથી નિરાશ બનેલી પોતાના પિતાને ત્યાં ગઈ. અને ધર્મધ્યાન કરવામાં દિવસે પસાર કરવા લાગી.
આ બાજુ વેશ્યાએ જાણ્યું કે ધમિલ તરફથી કોઈ થન મલવાનું નથી. વસંતતિલકાને બોલાવીને કહ્યું હે પુત્રી વેશ્યાઓ કદી કેઈનીય સાથે સાચા હૃદયથી પ્રેમ કરતી હોતી નથી. તે તું જાણવા છતાં ધમ્મિલ સાથે ઘણે વધારે પ્રેમ શા માટે કરે છે. આ તને શોભતું નથી. આપણે વ્યવસાય માત્ર ધન માટે જ હોય છે. અને ધમ્મિલ હવે કાંઈજ આપી શકે તેમ નથી.
આ સાંભળી વસંતતિલકા ગુસ્સે થઈ ગઈ અને બેલી હે માતા! તું હવે ઘરડી થઈ ગઈ છું એટલે તારી બુદ્ધિ પણ ઘરડી થઈ લાગે છે. જે દેવીઓને કે અપ્સરાઓને મળ.