________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૧૧ આમને આમ બાર બાર વર્ષના વહાણું વાયા છતાં ધર્મિલને સમય કયાં ગયો તેની ખબર પડી જ નહિં.
યશોમતી હતું ત્યાંસુધી નિયમીત રીતે ધન મેકલાવ્યા કરતી પરંતુ ધીરે ધીરે ધન ખૂટી ગયું. જેથી હવે તે સમયસર ધન મેકલી શક્તી નહિં. આમ ધન આવતું બંધ થવાથી કુટણીએ પોતાની દાસીને ધન લેવા ધશ્મિધને ઘેર મેકલી. દાસી ઘમિલનું ઘર શોધતી શોધતી તેને ઘેર પહોંચી ગઈ.
તદ્દન જીર્ણ થઈ ગયેલું. દિવાલમાં ઠેર ઠેર ગાબડા પડેલ ચારે બાજુએ બાવા વળેલા હતા. દર અને ખાડા વાળા ઘરમાં દર દોડા દોડ કરતાં એવા ઘરમાં તે ગઈ. ઘરમાં કોઈ ચીજે ન હતી. બારી બારણે તૂટી ગયેલ હતાં. અવાવરૂ જેવા ઘરમાં પ્રવેશીને જોયું તે ધમિલની પત્નિ યશામતી દુઃખને ચિંતામાં દુબળી થઈ ગઈ હતી. ચિંતા રૂપી ચિંતામાં તે બાઈ ભર યુવાનીમાં કરમાઈ ગઈ હતી. યશોમતીને જોઈ દાસી બોલી હે ચંદ્રમુખી યશેમતી ! તારા પતિદેવ ધરિમલે મને મેકલી છે. તેથી હું અહીં આવી છું.
યશોમતી બેલી મારા પતિએ તને મોક્લી છે. એ જાણી મને ખૂબ આનંદ થયો છે. મારા પતિદેવે બીજુ કાંઈ કહેવડાવ્યું છે?
દાસી– કહે હા, બહેન છેલ્લાં કેટલાંક સમયથી તમારા તથી ધન મેકલાવ્યું નથી માટે મને લેવા માટે મેકલી છે.
યશોમતી કહે- હે બાઈ ! મારા પતિદેવ ક્ષેમકુશળ