________________
૧૧૦
ધમ ધમ્મિલકુમાર જેવી રીતે ચીભડામાં રહેલ કડે જે કામ કરે છે. તેવી રીતે માનવીના હૃદયમાં રહેલ કામની લાલસા માનવીના સત્કર્મને છેતરી ખાય છે. તેવીજ રીતે ધમિલ પુત્ર તરીકે ઉપન્ન થઈ આપણને દુઃખ આપે છે.
પુત્ર વિયેગમાં ઝરી ઝૂરીને મરવું તે કરતાં તે ઝેર પી ને મરવું સારું એવું માનતાં થકા વિરહની વેદનામાં તરફડતાં રડી રહ્યાં. તેઓ જે કાર્ય કરતાં હતાં તે પૂર્વકર્મના સંસ્કારથીજ કરતાં પણ મનથી કરતા ન હતા. દુઃખથી કંટાબેલા તેઓ પતિપત્નિ મૃત્યુની ઈચ્છા રાખતાં. રાત્રે ભર ઊંઘમાં પણ તેઓ બેલતાં કે- હે પુત્ર ! મારા વ્હાલા ધમિલ! તું જલદી પાછો આવ અને અમને શાંત્વન આપ. તારા વિયેગમાં અમે તરફડી રહ્યા છીએ. અમારા પ્રત્યે કંઈક તે દયા રાખ. આમ વિરહની વેદનામાં ઝરી ઝરીને માતપિતા બને મૃત્યુ પામ્યા.
ત્યારબાદ યશેમતી પિતાના સાસુ-સસરાના મૃત્યુ બાદ એકલી અટુલી તે ઘરમાં હિંમતપૂર્વક રહેવા લાગી અને ઉત્તમ પ્રકારનું શીલ પાળતી રહી. ધર્મધ્યાન કરતી પિતાના જીવનનું કલ્યાણ કરતી.
આ બાજુ ધમ્મિલ પિતાના માતાપિતાના મૃત્યુના સમાચાર જાણવા છતાં રસ લુપ ભમરાની માફક ગણિ. કામાં વધુને વધુ આશક્તબની વિષયસુખ ભગવતે રહ્યો. ગણિકાએ પિતાની આગવી કલાથી મર્દોન્મત્ત જુવાનીની અંગડાઈથી કાયાના કામણ કરી ધમ્મિલને બાંધી રાખે.