________________
૧૦૮
ધમ-ધમ્પિલકમાર છું. કર્મ મુજબ જ ફળ મળે છે. માનવીનું ધાર્યું કદી કોઈ. નું જ થતું નથી અને એ માટે પસ્તા કરે કે રડવું નકામું છે. કેઈ પણ કાર્ય કાર્યનું ફળ દેવ આધિન હોય છે તે માટે ઉદાહરણ સાંભળે.
વિધ્યાચલ નામે એક પર્વત હતા. તેમાં સફેદ શરીરવાળે એક મહાકાય હાથી રહેતું હતું. આ મહાબળવાન હાથી મદઝરતું હતું. તેના ગંડસ્થળ ઉપર હજારે ભમરાઓ હતાં. સુખચેનથી તે આ પર્વત ઉપર રહેતો હતે. અને મનફાવે ત્યાં ફરતે હતે.
એક દિવસ વહેલી સવારે ઊઠી પિતાની સુંઢ ઊંચી કરી આનંદ વ્યક્ત કરવા કીકીયારી કરી. આ સાંભળી અનેક પક્ષીઓ ગભરાઈને પિતાના માળામાંથી ઊડીને ભાગી ગયા. નજીકમાંજ ખળ ખળ વહેતી એક નદી હતી. જળક્રીડા કરવાના આશયથી તે નદી તરફ ગયે. જંગલની ગીચ ઝાડીમાંથી બહાર નીકળે એવામાં એક શિકારી જંગલી પશુને. શિકાર કરવા જંગલમાં જઈ રહ્યો હતો. તેણે આ હાથીને જે.
હાથી નદીના જળમાં આનંદથી રમી રહ્યો, સુંઢમાં પાણી ભરીને શરીર ઉપર ઉછાળતે અને એ જ માણતો હતે. શિકારી વિચારે છે કે ખરેખર હું નસીબદાર છું કે પ્રથમ નજરે જ આ સુંદર શિકાર મલી ગયે, આવા હાથીને મારવાથી મને મોતીઓને લાભ થશે. આજે તે લક્ષ્મી સામે ચાલીને મળવા આવી રહી છે.
એમ વિચારીને શિકારીએ ઝેર ચડાવેલું બાણ હાથી તરફ તાક્યું. ઘનુષ્યની પણછ ચડાવીને જેર પૂર્વક છેડયું.