________________
૧૧૨
ધર્મા–ધમ્મિલકુમાર તે છે. ને? એમણે તને જે કાર્ય માટે મોકલી છે. એ મુજબ હું તને આપીશ. પરંતુ હું તને બીજું શું કહું. પૂર્વજન્મમાં મેં પાપ કર્યો હશે જેથી મારા પિતા તુલ્ય સસરાજી અને માતા તુલ્ય સાસુજી તે દેવલોક પામ્યા છે. તેમજ તેમનું ભેગું કરેલું ધન પણ નાશ પામ્યું છે. જેથી હું તમને નિયમીત રીતે ધન મેકલી શકી નથી.
તું આ મારા કિંમતી આભૂષણે છે. ને લઈ જા, મારે તેની કોઈ જરૂર નથી. મારે માટે તે શીલરૂપી વસ્ત્રોજ ઉત્તમ છે. આ સિવાય હવે બીજું કાંઈ મારી પાસે નથી. શું કરું? આથી અનિચ્છાએ પણ કુટણીના ડરે તે આભૂપણ લઈ દાસી ચાલતી થઈ. અને કુટણી પાસે આવી બધી જ વાત કરી.
વેશ્યા વિચારે છે. કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ છેલ્લાં રહેલાં આભૂષણ–વસ્ત્રો આપી દે છે : ધન્ય છે. આવી નારીને ! કયાં હું અને કયાં શીલવંતી યશોમતી ! આવા પવિત્ર કપડાંને હાથ અડાડે એ મારે માટે એગ્ય નથી. તેની પાસે હું કાંઈજ નથી. આમ વિચારી એક હજારને આઠ સેના મહારે સાથે તે વર આભૂષણોને તે દાસીની મારફતે પાછા મેકલાવી દીધા. યશામતીએ તે વસ્ત્ર આભૂષણે પ્રેમપૂર્વક પાછા સ્વીકારી લીધા.
હવે મારે પતિ કોઇકાળે પાછો આવે તેમ લાગતું નથી. છતાં પતિએ હું પતિ વિનાની થઈ ગઈ છું. હું કેવી પાપી છું? સાસુ સસરા ચાલ્યા ગયાં. ધન ચાલ્યું ગયું. અને આ ભરયુવાનીમાં પતિને વિયોગ થયે. પતિ