________________
૧૧૬
ધમી ઉમ્મિલકુમાર ધમિલ નગરની બહાર ફેંકાઈ ગયે. બેહેશ અવસ્થામાં હતો તેથી તેને કાંઈ સમજ પડી નહિ અને આખી રાત ધૂળમાં આળોટતે પડી રહ્યો સવાર પડી. લોકેની અવરજવર ચાલુ થઈ ગઈ. જિનમંદિરમાં મંગળ વાજિંત્રોના અવાજ અને શંખનાદ સંભળાવા લાગ્યા. સૂર્યોદય થયે અને ધીરે ધીરે તેના કિરણોએ ધમ્મિલને જગાડ.
નશો ઉતરી ગયા હતે. ધમ્મિલ વિચારે છે કે હું કયાં છું ! મારી વસંતતિલકા કયાં ગઈ? અને મારે પલંગ કયાં છે? મારૂં મહેલ જેવું મકાન ક્યાં ગયું? આ બધું શું છે? ધીરે ધીરે તેને બધું જ સમજાયું. કરી સેબત કુછદીની, કહ્યું કેઈનું ન માન્યું. કરી બરબાદી જીવનની, પછી પસ્તાય તે પણ શું ?
ખરેખર મને નિર્ધન સમજીને કુટણીએ આ રીતે મને ત્યાગી દીધો છે. મેં તેમને કેટલું બધુ ધન આપ્યું. પ્રેમ આપે. છતાં બધું વ્યર્થ, વેશ્યાને કદી વિશ્વાસ કરાય જ નહિં. કપટી પ્રેમ રચી ધન પડાવી લઈ ભિખારી બનાવી છેડી દેનાર વેશ્યાની પાછળ જીવન કે ધન બરબાદ કરવું એ ગ્ય નથી જ. હતી લહમી ઘણી પાસે, લીધી ના ભાળ સ્વજનેની ગઈ લક્ષ્મી થેયે ખાલી, પછી પસ્તાય તે પણ શું ?
અરેરે? હું કે પાપી ? નગરના અગ્રણી એવા સુરેન્દ્રદત્ત શેઠને ત્યાં જન્મી પાપના પડીકા સમાન વેશ્યાના ખેટા પ્રેમમાં આંધળે બની સર્વસ્વ ગુમાવી બેઠે! ધિક્કાર છે મને ! જૈન ધર્મ પાળનાર એ હું દારૂનું સેવન