________________
૧૦૬
ધમ ધમ્મિલકુમાર આ સાંભળી બ્રાહ્મણ બહુ ખેદ પામ્યા. તેની પિતાની જન્મથી આજ સુધીની તમામ વાત યાદ આવી. કલ્પાંત કરવા લાગ્યા. અને સમાજ, સંસાર અને સગાંસ્નેહીઓથી ત્રાસીને જંગલમાં જઈને એક ઝાડનીચે બેસી છૂટે એ રડી પડશે. જીવન પ્રત્યે નફરત જાગી સંસાર પ્રત્યે અભાવ જાગે.
એજ સમયે કોઈ મુનિ મહારાજે તેને જે. પિતાની પાસે બોલાવી શાંતિપૂર્વક પૂછયું કે- ભાઈ ! તું કેમ રડે છે? શું થયું છે? રડવાથી કશું વળે નહિં. જે બન્યુ હોય તે કહે.
બ્રાહ્મણે પોતાની આપવીતી કહી સંભળાવી. મુનિએ શાંત્વન આપ્યું અને સમજાવ્યો ભાઈ ! હિંમત રાખ રડ નહિં. જે થવાનું છે. તે કદી મિથ્યા થતું જ નથી. રડવાથી કઈ વળતું નથી. ત્યારબાદ બ્રાહ્મણ શાંત થયે.
કસ્ય લક્ષ્મી સુતાઃ કસ્ય, કસ્ય વેશ્યતિચિંતય ! તતિ યાતિ ચાત્માય, મેકએવ ભવ ભવું છે
મુનિએ ઉપદેશ આપવા માંડે, હે જીવ! ખૂબજ શાંતચિત્તે વિચાર કર, કે કોની લહમી? કેનું ઘર? કેના પુત્રો? કેની પુત્રી ? કેની પત્નિ? અરે ! આ સંસાર ક્ષણભંગુર છે. કેઈ કોઈનું કેઈ નથી. આ આત્મા આ સંસારમાં એકલો જ આવ્યું છે. અને એકલેજ જવાને છે. કઈ ચીજવસ્તુ સાથે આવવાની નથી. કેણ છે મારું ને કેણ છે તારૂ, નાહક કરતે મારું મારું, જાણીલે જીવડા કેઈન તારૂં, આંખ મીંચાતા થાશે અંધારૂ.