________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૧૦૫ પાલન પિષણના અને માવજતના અભાવે સુકાઈ ગઈ અને મરવા જેવી બની રહી.
આ બાજુ પેલે બ્રાહ્મણ શહેરમાંથી દાન-દક્ષિણા દ્વારા મેળવેલ ડું ધન લઈને પાછો ફર્યો. રસ્તામાં વિચાર કરે છે. કે અહો ! મારા ખેતરમાં મબલખ ડાંગર પાકશે. રહિણી ગાય વિયાશે અને વાછરડી આવશે ઘરમાં ઘી– દૂધ પૂરતા મળી રહેશે પછી મારે કોઈ દુખ નહિ રહે. આમને આમ વિચાર કરતાં કરતાં તે પિતાને ઘેર પહો . તે ઘર બંધ જોયું.
અરે ! આમ કેમ? ઘર બંધ કેમ હશે ? અહીં આજુબાજુ બધું ધૂળ ધૂળ છે. શું અહીં કેઈ રહેતું નથી? મારે પુત્ર કે પુત્રી દેખાતાં નથી. મારી ગાય દેખાતી નથી. બધું જ ઉજજડ જેવું કેમ છે? કયાં ગયા બધાં? બ્રાહ્મણ તે વિચારમાં પડી ગયે કે હવે શું કરું? કોને પૂછું?
સેમદે નજાત , સોમશર્મા ચ ગુર્વિણી, શાલિવ પ્રસ્તૃણચ્છને, ન પ્રસૂતા ચ રહિણી છે
નજીકમાં રહેતા કેઈએ તેને બોલાવી બધી વાત કહી કે ભાઈ! તારે પુત્ર સોમદેવ ઘર છોડીને નટ બની તેમની સાથે ચાલ્યું ગયું છે. તારી પુત્રી સોમશર્મા કોઈ ધનિકથી ગર્ભવંતી છે. તારા ખેતરની કેઈએ દરકાર કરી ન હોવાથી સર્વત્ર ઘાસ ઊગી ગયું. તારી રહિણી ગાયને ગર્ભ નાશ પામ્યું છે. અને મરવા પડી છે. આ બધું જ તારી બેદર. કારીનું કારણ છે.