________________
૧૦૪
ધમી ઉમ્મિલકુમાર ખરેખર ! આ નટ લેકોની કેવી આગવી અને આકર્ષક કલા છે? કલાના ચાહકો તે સર્વત્ર હોય છે એટલે એમને વગર માંગે જોઈએ તે કરતા વધારે ધન મલીજ રહે છે. જ્યારે મારે બાપ સવારથી સાંજ સુધી ફરી ઠેર ઠેર માંગી માંગીને ભેગું કરે છતાં પિટ પૂરતું પણ મળતું નથી.
અહો ! આ બ્રાહ્મણનો અવતાર છે! ભીખ માંગીને પેટ ભરવું પડે છે. છતાંય આ પાપી પેટ કદી ભરાતું નથી. ધિકાર છે. આ જન્મને! ધિકાર છે. આ કુળ ને ! અને ધિકકાર છે. આ દરિદ્રતાને ! માટે મારે નાત જાતને કે ઊંચનીચને વિચાર કર્યા વગર જેમાં સરળતાથી ધન મળે શાંતિ પૂર્વક જીવી શકાય એ ધંધે સ્વીકારો જોઈએ. એમાં શરમ શાની ? કુળ-જાતિની પરવા કરવા રહીશ તે જીવન ભર ભીખ માંગીને જીવવું પડશે અને જીવનમાં શાંતિ કે આરામ નહિ મળે. આમ વિચારીને કોઈને પણ પૂછ્યા વગર કે રજા લીધા વગર નટની ટોળીમાં ભળી ગયા તે પહેલાં પિતાની બહેન સેમશર્મા કઇક પસાદાર યુવાનને સેંપી અને તેનું તથા ગાયનું અને ખેતરનું રક્ષણ કરવાનું સેંપી દીધું અને ચાલી નીકળે.
પિલા ધનવાન યુવાને તેમને ખૂબ જ મેજમજાહ કરાવી. જે અલ્લડ યુવતી સમજી શકી નહિ. અને સમય જતાં સોમશર્મા ગર્ભવંતી બની પોતાના ખેતરમાં ડાંગર વાવી હતી. પાક પણ સુંદર અને લચી પડેલ હરિયાળું ખેતર કોઈની દેખભાળ વગર ઘાસથી આચ્છાદિત થયું. અને પાક નિષ્ફળ ગયે. ગભણી રહિણી ગાય પણ યોગ્ય