________________
હાથના કર્યા હૈયે વાગ્યાં પોતાના પુત્રોને બકરાના બલિદાનની વાત સમજાવી મરીને તિર્યંચ નીમાં ગયેા. પાપીઓની ગતિ આવીજ થાય.
- તેના મૃત્યુ પછી તેના પુત્રો પિતાના ઉપદેશ મુજબ દરવર્ષે એક બકરાનું બલિદાન ચડાવતા અને મીજબાની કરી આનંદ માનતા. પેલે બ્રાહ્મણ સમિલ મરીને તિર્યંચ ગતિમાં બકરાને જ અવતાર પામેલ હતો. થોડા દિવસે પછી બલિદાનનો દિવસ આવતો હતો તેથી સૌ કરે શોધવા નીકળ્યાં. ફરતાં ફરતાં એક વાડામાં ખાઈપીને રૂટ પુષ્ટ થયેલે એક બકરે છે. સૌએ તેની પસંદગી કરી તેથી તેને ખરીદી ઘેર લાવી બાળે પુત્રોને કયાં ખબર હતી કે આ તેમનો પિતા છે ! બકરાને પિતાનું ઘર-તળાવ-મંદિર જોઈ પિતાને પૂર્વજન્મ યાદ આવ્યું અરે ! આ પુત્રો તે મારૂં બલિદાન ચડાવશે ! મને મારી નાંખશે ! પણ હું શું કરું? મને વાચા નથી. ખરેખર દરેક જીવને પિતાનો જીવ વહાલે હોય છે. નિર્દોષ જીવની હત્યાથી તે પાપજ થાય. એવી સમજ અત્યારે પડી.
હવે બલિદાનને દિવસ આવી પહોંચ્યું. તેના પુત્રો અને બીજા અન્ય બ્રાહ્મણે તેની આજુબાજુ ઊભા રહી મંત્રોચ્ચાર કરી રહ્યાં. સ્ત્રીઓ મધુર ગીતો ગાવા લાગી, અનેક વાજિંત્રો અને અવનિ થવા લાગ્યા. બકરાને કંકુને સારે ચાંલ્લે કરી દોરીથી બાંધીને ગામ બહાર વઘસ્થાને લઈ જવા લાગ્યા.
ખાડે મોદે તે પડે? બકર સમજી ગયા કે હવે મારું મૃત્યુ આવી રહ્યું