________________
ધમી ઘમ્મિલકુમાર ભવ, પુત્રવાન ભવ, લક્ષ્મીવાન ભવ, બ્રાહ્મણ કહે-હે ગીરાજ આપના આશીર્વાદથી હું જરૂર સુખી થઈશ એવી મને શ્રદ્ધા છે. ત્યારબાદ તે બ્રાહ્મણ ગીપાસે આવી વંદન કરતે. અને તેમનું કાર્ય પણ કરતો. જેથી તે બહુ ખુશ રહેતાં. મુનિ (ગી)ની આજ્ઞાથી તેણે એક મશાલ બનાવી.
એક દિવસ તે યેગી બેલ્યા. બેટા! ચાલ મારી સાથે, આજે તને ધન મેળવવાને રસ્તે બતાવી દઉં જેથી તારું દ્વારિદ્રય ટળે, અને તે ચેગી તેને લઈને ચાલતા ચાલતાં એક પર્વતની તળેટીમાં પહેચ્યાં. બ્રાહ્મણે ગીને હાથમાં પુસ્તક હતું તે જોયું તેમાં સર્વ પ્રકારની સુવર્ણ સિદ્ધિ અંગેની વિગત હતી. ભૂતકાળમાં આવી સિદ્ધિઓ હતી.
ધનની આશાથી તે બ્રાહ્મણ અત્યંત કડીન એવા પર્વત પર ભેગીની સાથે ચડવા લાગે. આકરૂં ચડાણ હતું. પગમાં પત્થરે વાગતાં લોહી નિકળવા છતાં આગળ ચાત્યે જ જતાં હતાં. આશા એક મહાન ચીજ છે. અંતે તેઓ એક મોટી અંધારી ગુફા પાસે આવી પહોંચ્યાં. મહામુશ્કેલીથી તેમાં પ્રવેશ કર્યો. સાથે લાવેલ મશાલ સળગાવી તેના પ્રકાશથી માર્ગ શોધતાં શોધતાં આગળ વધી રહ્યા. અંતે તેઓ એક કુવા પાસે આવી પહોંચ્યા.
નજીકમાં એક મંદિર હતું. તેમાં અનેક તેજવી રત્નથી પ્રકાશ ઝળહળી રહ્યો હતે. તેમાં તેઓ બંને પ્રવેશ્યા. યેગી બે હે બ્રાહ્મણ ! આ સુવર્ણ રસ ભરેલ કુવાની માલિક આ દેવી છે. તેમને ખુશ કરીશ તે દેવી પ્રસન્ન થઈ તને સુવર્ણરસ આપશે માટે હું તેમની સેવા કરી તેમને પ્રસન્ન કર.