________________
ઘર્મા–મ્મિલકુમાર માટે હે પ્રિયે! આપણે જાતેજ પુત્રને બેટા માર્ગે મોકલ્ય છે. અને હવે રડવું તે નકામું છે. આને માથું મુંડાવ્યા પછી મુહૂર્ત પુછવા જેવું થયું. સુરેન્દ્રદત્ત જણાવ્યું]
સુભદ્રા કહે કે સ્વામી ! આવું બેલી મને વધારે દુખી શા માટે કરે છે? મને કયાં આવી ખબર હતી કે પુત્ર આ થઈ જશે! સુરેન્દ્રદત્ત કહે હે પ્રિયે ! આમ ખાટું ન લગાડીશ. આમાં મારે કે તારે કોઈનેય દોષ નથી. પૂર્વેના કરેલા કર્મો જ આ બધું કરાવે છે, બુદ્ધિ વાન માણસે ભલે વિચારીને પગલું ભરે પરંતુ કાર્યની સિદ્ધિ તે કર્મ મુજબજ થાય છે. હું તો સારા માટે કરવા ગયે અને થઈ ગયું ઊંધું પણ શું થાય ? ધાયું કેઈનુંય થતું નથી. બધું જ કાર્ય–કમને અનુસાર થાય છે માટે શેઠ કરે નકામે છે. હું કરુ હું કરું એજ અજ્ઞાનતા, શકટને ભાર જેમ શ્વાન તાણે.
શાસ્ત્રોને જાણનાર જોતિષને જાણનાર પર વિચાર કરી ને કાર્ય કરનાર પણ વિધાતાની રમત જાણી શક્તા નથી, જે થવાનું છે. તે થવાનું તેને કઈ રોકી શકનાર નથી કે ફેરવી શકનાર નથી. જેવું કર્યું હોય તેવું જ પામવાનું છે. બાવળ વાવનાર ને કેરી મળતી જ નથી. કર્મ તણી ગતિ ન્યારી છે ! તેનું એક દ્રષ્ટાંત જુએ
કટુ કર્મના પરિપાકે મગધ નામે એક દેશ છે. જ્યાં ધન-ધાન્યના ઢગલા છે. ગંગા-જમના જેવી નદીઓ ભરપુર રહે છે. ખેતરે પાથી લચી પડે છે. ઘી દૂધની નદીઓ વહે છે. જ્યાં