________________
હાથના કર્યા હૈયે વાગ્યાં
૯૭
દુઃકાળ કી ડાકાઈ શક્તો પણ નથી. તેમાં સુગ્રામ નામે એક પ્રખ્યાત અને સુંદર ગામ છે. જરૂર કરતાં વિશેષ અનાજ-પાણી ફળ-કુલ મળતાં જેથી નગરજનો કરતાં પેાતે વધુ સુખી છે. એમ જ માનતા.
આવા સમૃદ્ધિવાળા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેનુ નામ શિવ હતું. તેની પાસે ખાવા અન્ન નહિ. રહેવા ઘર નહેાતુ અને પહેરવા કપડાં પણ ન હતાં. ભીખ માંગીને પેટ ભરતા, ઘેાડુ માંગી માંગીને ભેગુ કરી ઘર બનાવ્યું. તેના પુત્રનુ નામ સેામદેવ અને પુત્રીનુ નામ સેામશર્મા હતું, ખાલ્યાવસ્થામાંજ તેમની માતા દેવલાક પામી હતી. મેટે ભાગે ગરીબેને જ અનેક પ્રકારના દુઃખે, આવી પડે છે. અને દુઃખા આવે છે. ત્યારે સહસ્રમુખે આવે છે. બ્રાહ્મણુ જેમતેમ કરીને બંને બાળકેાને મેટા કરે છે.
ધન મેળવવાની આશાથી બ્રાહ્મણ અનેક પ્રકારના વિચારો કરે છે. શું હું વનમાં જાઉં? શું હું ખાણુ ખાટ્ટુ ? પર ંતુ કાંઇ સુઝતું નથી. એક વખત રસાઇ માટેના લાકડાની જરૂર પડી તેથી તે લેવા જંગલમાં ગયા. ગરીખીમાં કોઈપણ કામ કરતાં શરમ રહેતી નથી. જંગલમાં લાકડા વીણવા આમતેમ ફરતેા હતેા. તેવામાં દૂર એક ચાગીને જોયાં. જો કે આ યોગી એક જાણકાર તરીકે જાણીતા હતા. બ્રાહ્મણ ચેાગી પાસે જઈ પગમાં પડી પ્રણામ કર્યાં. ચેગીએ ખુશ થઇ આશીર્વાદ આપ્યાં કે આયુષ્યવાન
७