________________
૭૮
ધમી ધમ્મિલકુમાર અને બુદ્ધિને વિનાશ થાય છે એવું જાણ્યા પછી કોઈ પણ માણસ જે સમજુ છે તે લગ્નની લાલસામાં લપટાય નહિ.
ધમિલ કહે છે પિતાજી આટઆટલું જાણવા છતાં પોતાના પગ પર કુહાડે મારવા કેણ તૈયાર થાય? હું લગ્નની ભાવના રાખતે જ નથી મારી એવી કઈ ઈચ્છા નથી. લગ્ન સંબંધી વાત કરશે નહિં.
સુરેન્દ્રદત્ત કહે-હે પુત્ર! તારી આ વાત બધી જગા એ એક સરખી રીતે લાગુ પડે નહિ. અપવાદ તે હેય જ, માતાપિતાની આશા અને અરમાન હોય, એમના આશીર્વાદ લેવા જોઈએ માબાપને નારાજ કરવા તને શેભે નહિ, યુવાનીના મદમાં મદેન્મત્ત બની છકી ન જાય એ માટે સ્ત્રીરૂપી બંધન જોઈએ જ ! કલા વિદ્યા કે બુદ્ધિના નાશ માટે સ્ત્રીને દોષ દેવે એ ખોટું છે. કોઈક વખત તે સ્ત્રીથી પુરૂષની કલામાં વૃદ્ધિ થાય છે. માટે જરા વિચાર કર, સમજ અને અમારી લાગણી અને માંગણી સ્વીકારી અમને આનંદ પમાડ.
વળી સાંભળ-સ્ત્રી જાતે જ કોમળ છે તેથી વિદ્વાને સુખેથી તેણીની નિંદા કરી શકે છે પુરૂષની નિંદા કોઈ કરતું નથી. હીમ કુમળા છેડને બાળી શકે છે. વડના ઝાડ ને નહિ. ધમ્મિલે પિતાની બધી વાત સાંભળી મૌન રહ્યો. પિતાએ માન્યું કે પુત્ર માની ગયે છે એમ સમજી સારા સારા ઘરની નવયુવાન કન્યાઓની માંગણી કરી.
શહેરના શેઠ શાહુકારે–સુરેન્દ્રદત્તની મિત્રતાથી અને