________________
સુરેન્દ્રદત્ત અને રાજપુત્ર પેલા ય માંગ્યા. સુરૂપા ગંગદત્તમાં આસક્ત હતી એટલે નવા ય મૂકી સાચા યે ગંગદત્તને આપી દીધાં. રાજસભામાં બનેલી તમામ વાત સુરૂપાને કહી સંભળાવી, સુરપ રાજી થઈને કહેવા લાગી હે પ્રિય ગંગદત્ત, બે હાથે પકડીને મને જ લઈ જજે. અન્ય ધનમાં મેહ રાખીશ નહિ ત્યારબાદ ગંગદત્ત પિતાને ઘેર ચાલ્યા ગયે.
સાંજે ધર્મદત્તે ઘેર આવી રાજસભામાં બનેલી સર્વ હકીક્ત સુરૂપાને કહી ત્યારે સુરૂપ હૃદયમાં કપટ રાખતી બોલી ઉઠી, હે સ્વામીનાથ, આ શું કર્યું? ગંગદા કદાચ મને જ બે હાથે પકડીને લઈ જશે તે તેને કોણ રોકનાર છે? હું શું કરીશ? હે પ્રભુ! હું શા માટે જીવતી રહી ! આવું જેવા? સ્ત્રી ચરિત્ર પારખવું કઠિન છે.
સુરૂપનું ધ્યાન ઘરના કેઈ કામમાં નહોતું (માત્ર યારના વિચારમાં મમ્મર બની રહ્યું હતું તે જોઈ ધર્મદત્ત શાંત્વન આપતા બે હે પ્રિયે! તું શા માટે ગભરાય છે? ગંગદત્ત મારો મિત્ર છે અને તે કદાપિ આવું કાર્ય ના કરે, વિશ્વાસ રાખ. આ સાંભળી ઉપરથી આનંદ બતાવતી અને હદયમાં ગંગદત્તના જ વિચારે કરતી ભેગ સુખના સવપ્નાઓ જોતી રાત વિતાવવા લાગી. કયારે સવાર પડે તેની રાહ જોઈ રહી ! - બીજે દિવસે વહેલી સવારે ઊઠી નિત્યક્રિયા પતાવી પત્નિ પાસેથી મૂકવા આપેલા ય લઈ ધર્મદા રાજદ્વારે પહોંચ્યા. પિતાને વિશ્વાસ હતો કે પોતે સાચે છે એટલે તેના ચહેરા ઉપર આનંદ જણાતે હતે.