________________
૬. ચરિત્ર નાયકને જન્મ
વ્યાપાર વિના ધન ના મળે, વાદળ વિના વરસાદ ના મળે, ભેજન વિના ભૂખ ના મટે તેમ પુણ્ય વિના સુખ મળતુ નથી, જિનેશ્વર દેવની સેવા-પૂજા ગુરૂની ભક્તિ ગરીબ અનાને દાન, જપ અને તપ એ જગતના તમામ દુખોને તેડી નાખનારા છે. માટે ધર્મ કરે ધર્મ કરે ધર્મના કાર્યમાં સમર્પિત બનો, સમર્પિત બન્યા સિવાય કાર્ય સિદ્ધિ થતી નથી.
ખેતરમાં ગમે તેટલે સારામાં સારો વરસાદ પડે... ખેડુતે એ ખેતરમાં બીયારણ પણ સારામાં સારું નાખ્યું હોય તો ય તેમાં પાક સારે ઊતરે જ એવો કોઈ નિયમ નહિ. કારણકે સારા પાક માટે જે ધરતીમાં બીજ નાંખ, વાનાં છે એ ધરતી નરમ હોવી જ જોઈએ અને એટલા માટે તો વરસાદ આવતા પહેલાં અને બીજ નાંખતા પહેલા ખેડુત આખા ખેતરને ખેડી નાખે છે અને ખેતરની ધરતીને પોચી નરમ બનાવી દે છે.
આ જ વાત સાધનાના જીવનમાં લાગુ પડે છે... આત્માને પહેલા કૂણે નરમ બનાવે પછી જ તમામ ધર્મો રાધનાઓ સફળ બનશે... અનાદિકાળથી આ આત્મા કઠેર જ રહ્યો છે...કમળતાને તેણે અપનાવી જ નથી....અને તેથી જ અનેક પ્રકારના શુભ યોગોને આરાધવા છતાં જોઈએ તેવું નક્કર પરિણામ તેના જીવનમાં આવ્યું નથી...