________________
ઘમ ઘમ્મિલકુમાર સાધને ઘરમાં વસાવતા પહેલાં વિચારે કે શું આની ખરીદી અનિવાર્ય છે? જિનાજ્ઞા નિષિદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કરતા પહેલાં વિચારે કે આ પ્રવૃત્તિ વિના હું શું આ પદાર્થોથી ચલાવી શકું તેમ નથી. માત્ર શાન્ત ચિત્ત પાંચ મિનિટ પણ જે આવી વિચારણા પ્રામાણિકપણે કરે તે જીવનમાંથી અઢળક સંકલેશે ઘટયા વિના ન રહે... પણ આટલી ય ફુરસદ કયાં છે? માટે શાંત ચિત્ત વિચાર કરે.
- આજે નજર સામે એવા કેટલાય આત્માઓ દેખાય છે કે જેઓ કયારેક સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતા હતા . કોઇની ઈચ્છા મોટા થઈને દીક્ષા લેવાની હતી.... કે પિતાના છે. કરીને પરણાવીને દીક્ષા લેવાની વાત કરતા હતા. કઈ પત્નિની તબિયત સુધર્યા પછી સંયમના માર્ગે જવાની વાત કરતા હતા. કેઈ ઘરનું ઘર બંધાવીને દીક્ષા લેવાના વિચારમાં રમતા હતા... આવા વિચારે કરનારા કેટલાય સંયમ–જીવન પામ્યા વિના પરલોકમાં રવાના થઈ ગયા ! તે કેટલાક અત્યારે એમ ને એમ જિંદગી પૂરી કરી રહ્યા છે !. યાદ રાખજે.
આ સંસાર તમને કયારેય બધી રીતે અનુકૂળ થવાને જ નથી. કેઈને કઈ બાબતમાં તે તમારી ફરીયાદ ઊભી જ રહેશે. કુટુંબ અનુકૂળ હશે તે શરીર સારું નહિં હોય! શરીર તંદુરસ્ત હશે તે પૈસાની વ્યવસ્થિત સગવડ નહિં હાય ! પૈસાની સગવડ હશે તે રહેવાના ઘરનાં કઈ ઠેકાણાં નહિ હોય ! રહેવાનું ઘર વ્યવસ્થિત હશે તે ધંધાની ચિંતા સતાવતી હશે !.. આવી આવી