________________
૭૧
ચરિત્ર નાયકને જન્મ અનેકવિધ તકલીફથી ભરેલે આ સંસાર છે... તકલીફને દૂર કરીને ધર્મ કરવાનો વિચાર કરવા ગયા તે આ અતિ ઉત્તમ એવું જીવન હારી બેસશે.... એ તે તકલી. ફની અને પ્રતિકૂળતાઓની વણઝાર વચ્ચે ધર્મ સાધવાની તક ઝડપી લેશે તે જ ધર્મને સાધી શકશે.
સીતાના ભાઈ ભામંડલને અગાસીમાં બેઠા બેઠા વિચાર આવ્યું કે હવે આ સઘળાય વિદ્યાધર રાજાઓને જીતીને પછી ચારિત્રના માર્ગે ચાલ્યા જઈશ! પરંતુ આ વિચાર માત્ર વિચાર જ રહ્યો . આકાશમાંથી વિજળી પડી સીધી ભામંડલ પર... અને ભામંડલ ચારિત્રજીવન પામ્યા વિના જ પરલોકમાં રવાના થઈ ગયા !
ધર્મ આરાધવે છે ? તે આજે જ કરે શરૂઆત !
જે આજે નહિ તે સમજી રાખજે કયારેય નહિ ! આનાથી ય વધુ કરુણતા તો એ છે કે પાપની કઈ ક્રિયાએને વાયદે રાખવા આપણે તૈયાર નથી.. એ તમામ ક્રિયાઓને વહેલામાં વહેલી તકે પતાવી દેવા આપણે ખૂબ ઉત્સુક છીએ..
“સિનેમાની ટિકિટ આજની મળતી હોય તે પહેલા નંબરમાં એ જ લાવજે... આજની ન જ મળે તે પછી કાલની લાવજે .” “રસગુલ્લા આજે જ બનાવે ને ? કાલની વાત કાલે !. “રૂપિયા તમે આજે ને આજે જ આપી જજો .. હું કાલ સુધી રાહ જેવા તૈયાર નથી...” વહેલામાં વહેલી તકે હું દુકાન ચાલુ કરી દેવાના વિચા રમાં છું !” “જે, આ કપડાં સીવવા તે આપું છું, પણ