________________
ચરિત્ર નાયકને જન્મ ચાહના રાખતે અને તેની પાસે જ કવિતા બનાવડાવી સભામાં ગવરાવતે. સભાજને સૌ તેની રસઝરતી વાણી સાંભળી ડોલી ઊઠતાં અને વાહ વાહ કરતાં !
પેલા મહાકવિ અને વિદ્વાનોને આની ખૂબ ઈષ થતી પણ કરે શું ? મનમાં વિચારે છે કે ખરેખરજ આ માણસે રાજાને વશ કરી લીધો છે.
રાજાને ઉત્તમ કુળવાન કવિઓની કવિતા કરતાં હલકાં એટલે ગોવાળ જેવા માણસોની ખુશામત ભર્યા શબ્દો સાંભળવા ગમે છે. જેવી રીતે કામાંઘ પુરૂષોને ખાનદાન ઘરની સ્ત્રીઓ કરતાં. હલકા પ્રકારની દુરાચારી સ્ત્રીઓ વધારે પ્રિય લાગે છે. રાજાની આપણું ઉપર મહેરબાની ઓછી થઈ છે એટલે આપણે આવક પણ ઓછી થઈ ગઈ છે, જેથી દરિદ્રતા ધીરે ધીરે આપણું બારણું તરફ આવી રહી છે. તે માટે આપણે કંઇક કરવું જોઈએ.
આના સંબંધમાં સીધા જ જે કહીશું તે સઘળું ઈષ તરીકે ગણશે અને માનશે નહિ માટે કોઈ બીજો ઉપાય શોધ જોઈએ. પછી થોડા જ દિવસોમાં ઉપાય શોધી રાજાને કહેવા લાગ્યા. હે મહારાજા ! આપ ખરેખર નશીબદાર છે કે જેથી કરીને આ નવિન કવિ સામેથી આવીને મળી ગયાં છે. વળી આ ગોવાળ છે એમ સમજીને એને ઉતારી પાડે ન જોઈએ, ભગવાન શંકર પણ પશુપાલ નામે ઓળખાય જ છે ને ! વળી આ નવા કવિની પ્રાકૃત વાણીમાં અર્થ ચમત્કાર પણ છે જે અમારી સંસ્કૃત વાણીમાં આવી શક્તાં નથી. અમારા કરતાં નાને હાવા