________________
ચરિત્ર નાયકને જન્મ
૬૫ ત્યાં પ્રભુની પાસે નાના બાળકની માફક રડી ઉઠી. પોતાની ભૂલ માટે બે હાથ જોડી માફી માંગી અને ભક્તિભાવથી પ્રભુની સેવા કરી. અધિષ્ઠાતા દેવેની પણ માફી માંગી. ત્યારબાદ ઘેર આવી સૌની સાથે જમવા બેઠી.
મુનિના ઉપદેશથી તેજ દિવસથી શેઠે પણ જિનેશ્વર દેવની પૂજા-સેવા કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ગુરૂદેવના દર્શન પણ કરતે થે. અને પતિ-પત્નિ બંને પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રની માળા ગણવા લાગ્યાં. અને તિથિએ આયંબીલ વગેરે તપ પણ કરવા લાગ્યાં. જિન મંદિરમાં અટકાઈ મહત્સવ કર્યો આમ તેઓ ગુરૂ દેવની પ્રેરણાથી બંને ધર્મના રાગી થયાં.
સમય જતાં ધર્મના પ્રભાવથી અને દેવની કૃપાથી સુભદ્રાએ ગર્ભ ધારણ કર્યો. હવે તેણીના આનંદનો પાર રહ્યો નહિં સોળે કળાએ ખીલી ઉઠી. ધર્મના પ્રભાવે મારી મનોકામના પાર પડી છે. આ વાત શરમાતા શરમાતા પતિને કહી સંભળાવી. આ સાંભળી સુરેન્દ્રદત્તના હર્ષને પાર ન રહ્યો જેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
આ ધર્મનું જ ફળ છે તેમ સમજી અધિક શ્રદ્ધા સાથે ધર્મ કરવા લાગ્યો જિનમંદિરમાં આંગી રચાવી, સ્નાત્ર ભણાવ્યું અને પ્રભાવના કરી ધર્મમય જીવન ગુજારતા પતિ પત્નિ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં.
સમય જતાં પૂરા દિવસે સુભદ્રાએ પુત્રને જન્મ આપ્યું.