________________
ચરિત્ર નાયકને જન્મ બુદ્ધિમાં જલદી બેસતા નથી... બાકી વાસ્તવિક્તા તે એ એ છે કે કોમળ અને કઠોરની લડાઈમાં કમળ જીતે છે અને કઠોર હારે છે... કોમળ ગણતું પાણી કઠોર ગણાતા પર્વતને તેડી નાખે છે.
કબીરની પેલી કડી યાદ છે? રસરિ આવત જાત હૈ સીલ પર પડતા નિશાન. કરત કરત અભ્યાસ કે જડ મતિ હેત સુજાન....
કૂવાના કાંઠે પથ્થરની ગરેડી પર વારંવાર દેરડાઓ આવતા જતાં રહે તે કઠેર એવી પથ્થરની શિલા પણ સમય જ ઘસાઈ જાય છે. પાણીની ધાર પણ એક સરખી જે પથ્થર પર પડે તો પથ્થરને તેડી નાખે છે.. બસ. આ જ રીતે શુભ પ્રવૃત્તિઓના સતત અભ્યાસથી કુસ. સ્કારથી વાસિત એ પણ આત્મા ધીમે ધીમે કૂણે બની જાય છે...
અહિંયા એક વાત ખાસ સમજી રાખજે કે પાણીને ધોધ એક સાથે પથ્થર પર પડે તો પથ્થર નહિ ઘસાય... પરંતુ રોજેરેજ પાણીની ધાર પથ્થર પર પડશે તે જ પથ્થર ઘસાશે.. બસ. એ જ રીતે સાધના કવચિત જ કરી લેવા માત્રથી અનાદિના કુસંસ્કારે નહિ ઘસાય. એ ઘસારે પાડવા માટે તે સાધનનું સાતત્ય જોઈશે. ત્યારે તો સ્તવનમાં આવે છે ને કે “અવર અનાદિની ચાલ, નિત નિત તજીએ જી. અનાદિની અવળી ચાલને રેજ રેજ તોડતા જાઓ..