________________
ધમી ઉમ્મિલકુમાર હૃદયમાં ભેદ રાખીને, કરી મોહબત સંસારથી, થઈ નહિ આશ પણ પૂરી, પછી પસ્તાય તે પણ શું! - સંતાનની વાત જવા દે પરંતુ જે સંસારથી વિરક્ત થઈ પ્રયત્નપૂર્વક ધર્મ કરે તે જીવન સાર્થક થશે. આવતે ભવ પણ સુધરી જશે. માનવીને શું જોઈએ છે? સુખ સુખના સાધને, જે પૂર્વજન્મના પુણ્યના પરિણામે મળે છે. સુખ ભેગવી લેશે તો પૂર્વજન્મનું ઉપાર્જન કરેલું પુણ્ય પુરુ થશે પછી શું? તેને વિચાર કર્યો છે ! જરા શાંતચિત્ત વિચારે એ પુણ્ય વાપરતા શીખે કે જેથી વધુને વધુ પુણ્ય ઉપાર્જન કરી શકે.
જે કાર્યમાં દેવ દેવીઓનું કાંઈ ચાલતું નથી. જ્યાં તમામ પ્રકારના ઉદ્યમે નિષ્ફળ જાય છે. જે મંત્ર તંત્રથી પણ સાધી શકાતું નથી તે બધુ જ માત્ર ધર્મથી સાધી શકાય છે. બાવળ વાવીને કેરીની આશા રાખવી વ્યર્થ છે.
ધમે જયે તથા પુણ્યથી પાપ ક્ષય, પાપથી સુખ ક્ષય. માટે વિચાર કરે,
0 ધમ, માનવતા ભર્યા જીવનનું મૂળ છે. ૦ ધમ, પ્રભુના હૃદયને ભમે છે. - ધમ વડે સત્ય, સદાચાર, સંપત્તિ, સંતે ટકે છે. ૦ ધમ, જીવનની સંકીર્ણતા દૂર કરી ભાવનાને વિસ્તીર્ણ કરે છે. ૦ ધમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાની ભાવના છે.