________________
ધર્મ ભૂલેલી સુભદ્રાને શિક્ષા ય સાર્થકમાં રૂપાંતર કરે..બીજે સુંદર ચીજનું ય નુકશાનકારીમાં રૂપાંતર કરે... અને એટલા જ માટે અનંતકાળે પણ પ્રાપ્ત એવું ધર્મરત્ન કેટલાક વિરલ જીવોને જ લાભદાયી બની શકે છે બાકી મોટા ભાગના જીવે તો આ ધર્મરત્નની પ્રાપ્તિ થવા છતાં પણ તેને ન ઓળખી શકવાના કારણે એ ધર્મરત્નને વ્યર્થ ગુમાવી બેસે છે. | મુનિરાજનું વ્યાખ્યાન સાંભળી સહુ નગરજને પોત પોતાને ઘેર જવા વિદાય થયા બાદ સુરેન્દ્રદત મુનિના. પગમાં પડી વંદન કરી સ્તુતિ કરવા લાગ્યું અને બોલ્યા હે મુનિરાજ? અમારા લોકોના દુઃખેને નાશ કરનાર આપ સિવાય અન્ય કોઈ જ નથી. ખરેખર પૂર્વજન્મના કેઈ પુણ્યના ઉદયે મને આપને ભેટો થયે અને હું કૃતાર્થ થયે છું.
હે દેવ ! મને સંસારના તમામ સુખ મળ્યાં છે. માત્ર એક પુત્રની ખામી છે. આપ તો અનેક વિદ્યાના જાણકાર છે તે મારા ઉપર થોડી કૃપા કરી દુઃખીયાનું દુઃખ દૂર કરો. સંસારી સંસારની વાત કરે.
મુનિરાજ કહે શેઠજી ! સંસાર વધારવાની વાત અમે કહી શકીએ નહિ અમે તો ધર્મ વધારવાની વાત જ કરીએ. અમે સંસાર છોડી દીધા છે તે તેની વાત કરવી એ અમારા માટે તો મહાપાપ છે. અમે તમને શાંત્વન જરૂર આપીએ અમારી શિખામણ સંસારના દુઃખમાંથી તમને છોડાવવાની જ હોય બંધન વધારવાની વાત ન હોય.