________________
ધમ ભલેલી સુભદ્રાને શિક્ષા
- સુભદ્રાની આવી હૈયાવરાળ સાંભળી શેઠ પિતે મનમાં ખૂબ દુખી થયાં છતાં તેને હિંમત આપવા બોલે. હે પ્રિયે ! તારી વાત તદ્દન ખરી છે. તારા હૃદયને સંતાપ હું સમજી શકું છું. પરંતુ જે કાર્ય ભાગ્યાધીન છે તેમાં મનુષ્ય શું કરી શકે તેમ છતાં મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ. તું કઈ ચિંતા ન કરીશ હું મંત્રતંત્ર વગેરે તમામ પ્રયત્ન કરી ઈચ્છિત તને જરૂર મળી રહેશે. ત્યાર બાદ શેઠે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા. મંત્ર-તંત્ર અને દેરા-ધાગાના ઉપાય કર્યા. પત્થર એટલા દેવ કર્યા પણ કઈ ઈલાજ કામમાં આવ્યું નહિં.
એવામાં સુગંધર નામના એક મહાજ્ઞાની મુનિરાજની વિહાર કરતા કરતા તે નગરમાં પધરામણું થઈ. શેકે ચેક લોકો મુનિને વંદન કરવા જતાં જોઈને સુરેન્દ્રદત્ત અને સુભદ્રા પણ ગયાં-ત્યાં જઈને ત્રિકાળજ્ઞાની એવા મુનિરાજને હર્ષ પૂર્વક વંદન કર્યા અને તેમની અમૃતઝરતી વાણું સાંભળવા બેઠાં. | મુનિરાજ કહે – હે મહાનુભાવે ! અનેક ભવમાં ભમતાં ભમતાં આ મનુષ્યભવ મહામુલે તમને મળે છે. જે દેવેને પણ દુર્લભ છે. આ અમુલ્ય જન્મ મલ્યા પછી જે ધર્મની આરાધના કરતું નથી, તે મહામૂર્ખ છે. હાથમાં આવેલ રત્ન ગુમાવનાર મુઢમાર છે. તેનું જીવન વ્યર્થ છે. ધર્મરૂપી રસનું પાન કરનારને સર્વકાર્યમાં સિદ્ધિ મળે છે. કલ્પવૃક્ષ સમે આ જૈનધર્મ છે. તેનું મૂળ સમ્યકત્વ છે. દયા એ થડ છે. દાન વગેરે રૂપી ડાળીઓ છે.
મા
એકાં.