________________
પ૪
અિવા પણ
નામ
ધમી ધમિલકુમાર એવામાં રાજસભામાંથી ઘેર આવેલ શેઠે તેણીને ઉદાસ જોઈ તેથી તેઓ પણ દુઃખી થતાં બોલ્યા. હે પ્રિયે ! આજે તું કેમ આટલી બધી ચિંતામાં છે? શું થયું છે તને? રેજ આનંદમાં મગ્ન થઈ હસતી રમતી હતી અને આજે એકા એક તને શું થઈ ગયુ છે? તું બેલતી ચાલતી કેમ નથી? . જે હેય તે મને કહે. જેથી મને કંઈક સમજ પડે. મને જણાવી તારું હૈયું હળવું કર. અને મને તારા દુઃખમાં ભાગીદાર બનાવ, એટલે સુભદ્રા એકદમ રડી પડી. અને બેલી કે આપને શું ! રાજદરબારમાં બેસે, બજારે બેસે અને આનંદમાં રહો. દુઃખ તે અમારા શિરેજ લખાયેલું છે. પરભવમાં પાપ કર્યા હશે એટલે ભોગવવું જ પડેને? મારા દુઃખને ઉપાય દેવે પણ કરી શક્તાં નથી તે તમને કહીને શા માટે દુઃખી કરું ? તેમ છતાં પતિને અતિઆગ્રહથી કહ્યું કે ઉંમર વધતી જાય છે છતાં મારે મેળે બાળ નથી! બધાં જ સુખે છે. છતાં બાળક વગર બધું જ નકામું છે !
શ્રતમાં પણ કહ્યું છે કે પુત્ર વગરના માણસને આ ભવ તે નકામે જાય છે પણ પરભવ પણ કલ્યાણ કારી થતું નથી. એટલે પુત્ર વિના આપણે બંનેનું જીવન નકામું છે. ગમે તેટલું ઘન ભેગું કરો પણ આપણી પાછળ વાપરનાર કોણ છે ? આપણું અનિચ્છા છતાં બીજાએ ભેગવશે.
આપણા લગ્ન થયા ને ઘણે સમય થઈ ગયે છતાં મારી ગોદ ખાલી રહી છે. તેનું મને બહુ દુઃખ છે. હવે મને સંસારના કેઈ સુખમાં રસ રહ્યો નથી. મને કાંઈજ ગમતું નથી.