________________
ધર્મી ધમ્મિલકુમાર
પર
અર્પણ કરી ભાગવતી દિક્ષા અંગીકાર કરી. અનેક પ્રકા રની આકરી તપશ્ચર્યાં. આત્મ સાધના સાધતાં સમાધિ પૂર્વક મૃત્યુ પામી ઇન્દ્રલેકમાં ગયા.
સુરેન્દ્રદત્તની સાથે અભ્યાસ કરનાર રાજપુત્ર અમિ મન પિતાના મૃત્યુ બાદ રાજગાદીએ આન્યા અને સારી રીતે રાજ્ય ચલાવતા હતા. પેાતાની પ્રતિજ્ઞા તે ભૂલ્યા ન હતા તેથી તરત જ સુરેન્દ્રદત્તને બેલાવી ખૂબજ માનથી ઠાઠમાઠથી નગરશેઠની પદવી આપી. રાજાની અનહદ પ હેવા છતાં સુરેન્દ્રદત્ત કોઇને પણ અન્યાય કરતા નહિં,
આ બાજુ પતિના અત્યંત પ્રેમને પાત્ર બનેલી સુભદ્રા તે ભાગ–વિલાસ અને આન વિનાદમાંજ દિવસે ગુજારે છે ધર્મ-કાર્ય પણ યાદ આવતાં નથી. એક દેવા જેવુ મોંગલમય જીવન ગુજારે છે, સુખ સાહ્યબીને કોઈ પાર નથી અને હવે તેા નગરશેઠની પત્નિ અની. માન-મરતમે. અને મેળે! વધી ગયાં પછી ધમ કયાંથી યાદ આવે !
ખરે વખતે મદદ કરનારા પેલા જિન મંદિરના વ્યંતર દેવે વિચારે છે કે અહે! ! આ સુભદ્રા ! કેવી સ્વાથી નીવડી ? આપણને કે નિયમને યાદ કરતી જ નથી જિનેશ્વરદેવની કૃપાથી તેણીનુ કામ બની ગયુ. હવે ભેગ-વિલા સમાં પડી ગઈ છે. જાણે નવા જન્મ લઇ ને સુખમાં પડી હાય તેમ તે પેાતાનું વચન ભૂલી ગઇ છે, જિનેશ્વર દેવની પૂજાસેવા કરવાનુ તે ઠીક પણ દન કે નમસ્કાર પણ કરતી નથી. કેટલી કપટી ! કેવી સ્વાથી ! આપણે પુત્રી સમજીને તેને મદદ કરી જેથી આ લગ્ન થઇ શક્યા પર ંતુ