________________
પતિએ કહ્યું કે હે પ્રિયે, મનને ઈશ્વરમાં જેડી દે અને ધર્મ ધ્યાન કર. પુણ્યના પ્રભાવે તારી મનોકામના જરૂર પૂર્ણ થશે. અને ત્યારબાદ બંન્ને પતિ-પત્નિ ધર્મ પરાયણ બની રહ્યાં સમય જતાં પુણ્ય પ્રભાવે તેમને ત્યાં પુત્ર જન્મ થયે અને તેનું નામ ધર્મદત્ત રાખવામાં આવ્યું.
ઉંમર લાયક થતા પિતાએ ભણાવી-ગણાવીને ધંધાનું જ્ઞાન આપ્યું. તેમજ શ્રી શેષ શેઠની અત્યંત લાવણ્યવતી પુત્રી સુરૂપ સાથે તેને પરણું ત્યારબાદ ધર્મદત્ત હંમેશા સુરૂપની પાસે જ પડી રહેતા અને ધંધામાં લક્ષ આપને નહિં છતાં બાપ કાંઈ બેલ નહિં તેની સ્ત્રી સાથે રાગ, રંગમાં પડી રહી જ મજા કરવામાં દિવસો પસાર કરતે.
એક દિવસ ધર્મદત્ત શહેરના બજારમાં ચાલ્યા જતો હતે. ઉત્તમ વસ્ત્રો વડે જશેeતે હતે અલંકારો અને આભુષણે ચળકતાં હતાં અત્તરથી મહેકી રહ્યાં હતાં તેના વસ્ત્રો, સ્વરૂપવાન પણ હતા જ તેથી રસતે જતાં કેટલાંક લેકે કહેવા લાગ્યા કે- અહે! શું નસીબવંતો છે! કેટલે સુખી અને શ્રીમંત છે ! દેવતાઓથી પણ અધિક મુખ ભેગવી રહ્યું છે. સુખ તેને છોડતું નથી.
તે વળી કેટલાંક લોકો બેલતાં કે બાપની ભેગી કરેલી મિક્ત અક્કમીની માફક ઉડાવે છે. કમાવું પડે તે ખબર પડે કે કેવી રીતે લક્ષમી મળે છે. ધન્ય છે એના પિતાને કે આવી રીતે પુત્રનું ખર્ચાળું જીવન મુંગા મોઢે સહન કરે છે. આવી અનેક પ્રકારની કોની વાણી સાંભળી તે મનમાં વિચારે છે કે લોકો મારી નિંદા કરે છે તે