________________
૪. કુલટા સુરૂપ
આ જંબુદ્વિપમાં– ભરત નામે એક અત્યંત આશ્ચર્ય કારક ખંડમાં સ્ત્રી પુરૂષ હાથી ઘોડા નો ભંડાર છે. તેમાં મધ નામે દેશ છે અને તેમાં વારાણસી નામે નગરી છે જ્યાં મહાબલ નામે મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં કે રાજ્યમાં–શત્રુઓને કેઈ ભય નથી. ધન ધાન્યની કઈ કમી નથી. ઘી દૂધની નદીઓ વહે છે. સર્વત્ર સુખ અને શાંતિ વર્તાય છે. હાથી–ઘોડા રથ અને પાલ. ખીઓ સર્વત્ર નજરે પડે છે એક એક ચઢિયાતી હવેલી અને બંગલાઓ છે. વિશાળ રાજમાર્ગો છે. પથિકને શાંતિ માટે બંને બાજુ ઝાડની કતાર છે. પાણીના હેજ ફુવારા ચારે બાજુ ઉડી રહ્યા છે. . એવા આ નગરમાં અનેક ધનપતિઓ રહેતા હતા, તેમાં સહુથી વધારે ધનિક અને શિરોમણી સરખે યશો. ધર નામ એક શેઠ રહેતાં હતાં. જેના ઉપર રાજાની કૃપા દ્રષ્ટિ હતી. તે શેઠને એક અત્યંત સૌદર્યવાન મનોરમા નામે પત્નિ હતી પતિ-પત્નિ પરસ્પર ખુબ જ પ્રેમ રાખતાં. ઘેર નોકર-ચાકર બંગલા-વાહન હતાં. કેઈ વાતની ખામી ન હતી. સંસારના સુખ ભોગવતા બંને આનંદથી દિવસે પસાર કરી રહ્યાં હતાં. પરંતુ મનરમાના હૈયામાં શેરડી નિરાશા રહેતી તેથી શેઠે તે વિષે પૂછતાં મનોરમાએ કહ્યું અરે ! મારે વળી દુઃખ કેવું ? પરંતુ એક વાત કહેવાની છે કે ઉંમર વધતી જાય છે છતાં મારે ખોળે હજુ ખાલી છે એની ચિંતા છે.. .
. . . :