________________
૨૯
થોડા સમયમાં સુભદ્રાના પિતાએ નગરન. આગેવાન એવા કેટલાંક પુરુષને સુરેન્દ્રદત્તના ઘેર મેલ્યાં અને જાણ કરી કે સાગર શેઠ તેમની સુભદ્રા નામે પુત્રી જે અત્યંત સ્વરૂપવાન- તેજસ્વી વિદ્વાન છે તે આપના પુત્ર સુરેન્દ્રદત્તને આપવા માંગે છે. તો તેને તમે સ્વીકાર કરી અમને આભારી કરશે.
આ બધી વાત સાંભળીને સમુદ્રદત્ત બોલ્યા કેભાઈઓ, આ તે સેનામાં સુગંધ મળી. અમને આવી સુંદર–વિદ્વાન કન્યા મળી તે અમારું અહો ભાગ્ય છે. ખરેખર વિધાતાએ જે નિર્માણ કરેલું હોય છે તેમાં કઈ પણ વ્યક્તિ મીનમેખ ફેર કરી શક્તો નથી. આ રીતે મુદ્રદત્ત તેમનું માંગુ સ્વીકારવા જાય છે. ત્યાં સુરેન્દ્રદત્ત બોયે હે પિતાજી ! જરા થોભે. અને શાંતિથી સાંભળે સંસારમાં મા–બાપ તે બે વ્યક્તિઓને જોડીને દૂર થઈ જાય છે. પછી જીવન તે તેમણે વિતાવવાનું હોય છે. ભાગ્ય હોય તેજ સારી ગુણવાન સમજુ-લજજાવંત-વિનય વિવેકી અને ધર્યવાળી પદિન મળે છે. માનવી પિતાના સુખ માટે સ્ત્રીને પરણે છે. પરંતુ જે તે સ્ત્રી નગુણી નિવડે તે જીવન બરબાદ કરી નાખે છે. ઝેર કરી નાંખે છે. ' લગ્નની વાત સૌને સાંભળવી ગમે છે પરંતુ જ્યારે બુરાહાલ થાય છે ત્યારે પેટ ભરીને પસ્તાવું પડે છે. મનસ્વી ઉદ્ધત અને કુલટા સ્ત્રી મલી જાય તે પુરૂષને ભમાવી દે છે. બહાર–જે પુરૂષ મેટો અમલદાર હોય, જેને હુકમ