________________
૩૦
અનેક માણસો માથે ચડાવે છે, જેની હાજરી માત્રથી અનેક લેકે થથરે છે એવું માનવી જ્યારે ઘેર આવે છે. ત્યારે કુભાર્યાથી ડરતાં ડરતાં રહેવું પડે છે. આવું કોને ગમે? સેનું પણ પરીક્ષા કર્યા વિના ખરીદાય નહિં તે સ્ત્રીની બાબતમાં પરીક્ષા કર્યા વિના કેમ લેવાય?
હે પિતાજી! હું આપની પાસે બાળક છું આપની આજ્ઞા મારે માનવી જ જોઈએ. આપ વડીલ છે છતાં મારી એક નમ્ર વિનંતિ છે કે મારી પસંદગી (પરીક્ષા કર્યા પછીની) મુજબ જ આપ સામા પક્ષને જવાબ આપશે. અત્યંત આનંદમાં આવી જઈ એકદમ સ્વીકાર ન કરશે. પાછળથી પરતાવું પડે એવું મારે કરવું નથી. કુભાર્યાથી હંમેશા કંકાશ–કકળાટ જ મળે છે અને તે અંતમાં સર્વ નાશમાં પરિણમે છે. આ અંગે હું એક દ્રષ્ટાંત આપું છું તે સાંભળીને પછી વિચાર કરી આગળ વધશે
0 ધર્મ, ભવસમુદ્રમાં તરવાને નાવ સમાન છે. - ધર્મ, સંસારના ત્રિવિધ તાપરૂપી દાવાનળમાં સીતળ જળ
સમાન છે. - ધમ, છ વન વિમુખતારૂપી વનમાં રખડતા જીવનો ભેમિયો છે. ૦ ધમ, વાસનાયુક્ત સંતપ્ત જીવો માટે ચંદન સમાન છે.