Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
विशेषार्थ-एकेन्द्रिय जीव सूक्ष्म और बादरके भेदसे दो प्रकारके हैं । ये पर्याप्त और अपर्याप्त होते हैं । अपनी २ योग्य पर्याप्तियाँ जिन जीवोंकी पूर्ण हो जाती हैं वे पर्याप्त, और जिनकी पूर्ण नहीं होती वे अपर्याप्त कहलाते हैं । ये असंज्ञी ही होते हैं । इसी प्रकार द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रिय-विकलत्रय जीव तथा संज्ञी पञ्चेन्द्रिय और असंज्ञी पञ्चन्द्रिय जीव भी पर्याप्त और अपर्याप्त होते हैं। विकलेन्द्रिय तीन असंज्ञी ही होते हैं, इनके मन नहीं होता। इस प्रकार ये सातों प्रकारके जीव पर्याप्त और अपर्याप्तके भेदसे चौदह प्रकारके होते हैं । जो असंयमी जीव किसी प्रयोजनवश या विना किसी प्रयोजनके इनकी विराधना करता है वह इन्हीं जीवों में अनेक प्रकार की पर्यायों को धारण करता है। सूक्ष्म एकेन्द्रिय जीवों की न किसी द्वारा घात होती है न इनके द्वारा किसीकी घात होती है, फिर भी मनकी दुष्परिणति से हिंसा होती है । इस कारण टीकाकारने जीवके चौदह भेदो में उनका यहां निर्देश किया है । अथवा-इन जीवोंकी जो जिस जिस रूपसे विराधना करता है वह इन जीवों की विराधना से होनेवाले कर्मबन्धके कारण उनही जीवनिकायों में जन्म धारण कर उसी उसी प्रकारसे अनेक दुःखों का अनुभव करता है।
વિશેષાર્થ –એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારે છે. તેઓ પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. પોતપોતાની રેગ્ય પર્યાપ્તિ જે જીવોની સંપૂર્ણ થાય છે તે પર્યાપ્ત અને જેમની પર્યાપ્તિ પુરી નથી થતી તે અપર્યાપ્ત કહેવાય છે. આ જી અસંજ્ઞી હોય છે, આ પ્રકારે બે--ઈન્દ્રિય જીવ, ત્રણ–ઇન્દ્રિય જીવ ચાર-ઈન્દ્રિય જીવ, આ ત્રણે વિકસેન્દ્રિય જીવો, તથા સંશિ–પંચેન્દ્રિય અને અસંજ્ઞિ–પંચેન્દ્રિય જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. વિકલેન્દ્રિય ત્રણ અસંજ્ઞી જ હોય છે. તેને મન નથી હોતું. આ રીતે આ સાતે પ્રકારના જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ પ્રકારે થાય છે, જે અસંયમી જીવો કોઈ પણ પ્રજનવશ અથવા તો પ્રોજન વગર તેની વિરાધના કરે છે તેઓ તે જીવોમાં અનેક પ્રકારની પર્યાયને ધારણ કરે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીની ન કેઈનાથી ઘાત થાય છે અને તે જીવે દ્વારા પણ કોઈની ઘાત થઈ શકતી નથી, તે પણ માત્ર મનની દુષ્પરિણતિથી હિંસા થાય છે, આ કારણે ટીકાકારે જીવના ચૌદ ભેદોમાં તેઓને અહીં નિર્દેશ કરેલ છે. અથવા તે જીવેની જે જે પ્રકારે વિરાધના કરે છે તેઓ તે જીવોની વિરાધનાથી થનારા કર્મબંધને કારણે તેજ જીવનિકાયોમાં જન્મ ધારણ કરી તેવા તેવા પ્રકારે અનેક દુઃખોને અનુભવ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩