________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ વિજય રાક્ષસ પિતાની દુષ્ટતા છોડે, ને અવંતીથી દૂર થાય?” તે અમોને શાંતિ થાય.
અરે ભાઈ! એ તે કેમ બને? દુષે કાંઈ સહેલાઈથી પિતાની દુષ્ટતા છોડતા નથી. પાપીઓ હિતવચન કદી માનતા જ નથી. કહ્યું છે કે –
खलः सक्रियमानोपि, ददाति कलहं सताम् । दुग्धधौतोपिकिंयाति, वायसः कलहं सताम् ॥
ભાવાર્થ-દુષ્ટ પુરૂષો પછી તે દેવ હોય કે મનુષ્ય હોય, અને તેનો ગમે તે સત્કાર કર્યો હોય તે પણ તે સર્જન, પુરૂષોને કલેશકારી થાય છે. ગમે તેટલા દૂધથી ધાવા છતાં કાગડો શું હંસપણાની ઉજવલ કાંતિ પામી શકે કે!”
“માટે જ કાંઈ આપ જાણતા હે! અગર આપની પાસે કેઈ અપૂર્વ શક્તિ હોય તો આ અવતો ઉપર ઉપકાર કરે? દુષ્ટ અગ્નિવૈતાલના ભયથી હવે આ અવંતીનું રક્ષણ કરે મહારાજ?”
બુદ્ધિસાગરનું વચન સાંભળી અવધુત વિચારમાં પડે. એણે વિચાર્યું કે આ માણસ મારી પાસેથી કાંઈ સહાય લેવા આવેલો છે આ માણસ સામાન્ય નથી પણ અવંતીને મંત્રી–અમાત્ય બુદ્ધિસાગર હતો વાહ! ભટ્ટ માત્રને શિયાળનો શબ્દ પારખવાની શક્તિ તે અપૂર્વ ! ત્યારે આ કાંટાળો તાજ હુંજ પહેરું તે કેમ? આ દુષ્ટ વૈતાલ મારો પણ શું હાલ હવાલ કરી નાખે તેની કોઈ ખબર? હશે? પણ એ ચિંતા અત્યારે ભારે કરવાથી શું ? એ વિધિનું કામ એને જ સુપરત કરવું ? જેવા દાવ પડશે તેવા દેવાશે.” વર્તમાન પરિસ્થિતિને વિચાર કરતાં અવધુત આ રીતિના ઊંડા વિચારમાં ઉતરી પડયો.