________________
પ્રશમરતિ વિવેચન સહિત વગેરેને અમુક ગતિના થયા તે ખાતર થાય તે અનભિગ્રહીત મિથ્યાત્વની કેટીમાં આવે છે. જેની ચેતના મૂછ પામેલ હોય અને જે સ્વતંત્ર મત બાંધી શકે તેમ ન હોય, તેમનું ઉપદેશશુન્ય મિથ્યાત્વ અનભિગ્રહીતની કોટીમાં આવે છે; એની ચેતના જ હાસ પામેલી હોય છે, એ સ્વતંત્ર વિચાર પિતા માટે કરી શકતા નથી. આ મિથ્યાત્વથી દષ્ટિ કલુષિતપાપમય થાય છે અને, સમજણપૂર્વક અથવા વગર સમયે, પ્રાણી શ્રદ્ધા વગરને થઈ જાય, તેને “નિશ્ચાત્ય૩૫ર શહુરચા દEઘા” એમ ઉપર વર્ણવ્યું છે.
પંચશ્રવ–પાંચ આશ્ર તે હિંસા, અસત્ય, ચેરી, બ્રહ્મચર્યને ત્યાગ અને પરિગ્રહને સ્વીકાર એ પાંચને ગણવામાં આવ્યા છે. એનાથી પ્રત્યેકથી દોષ-મેલ ઘણે થાય છે. એ ત્યાગવા યોગ્ય છે. એના વિસ્તાર માટે અને એને સમજવા માટે આ જ ગ્રંથકારના તત્વાર્થસૂત્રને સાતમે અધ્યાય જુઓ. એના દેશત્યાગ અને સર્વત્યાગ માટે એ જ સાતમા અધ્યાયનું બીજું સૂત્ર જેવું. (૨૦). કષાયી જીવની વધારે વ્યાખ્યા (પૂરક)–
कार्याकार्यविनिश्चयसंक्लेशविशुद्धिलक्षणैर्मूढः ।
आहारभयपरिग्रहमैथुनसंज्ञाकलिग्रस्तः ॥२१॥ અર્થ—કરવા જેવું છે કે નહિ કરવા જેવું છે, તેના વિવેકનિશ્ચયથી મૂઢ રહેલો પ્રાણી અને સંકલેશ તથા વિશુદ્ધિનાં લક્ષણોથી મૂઢ પ્રાણ, આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ સંજ્ઞારૂપ કલેશથી લેવાઈ ગયેલેહણાઈ ગયેલે (પ્રાણી)-(કષાયી પ્રાણી છે, એમ વધારે સમજવું. (૨૧)
વિવેચન-કાર્યાકાર્ય-વિચાર, અમુક કામ કરવા જેવું છે, કે અમુક કામ કરવા જેવું નથી, તેનું જેને જ્ઞાન હોય છે, તે વિવેકી પ્રાણી કહેવાય છે. આવડતની ખામીને લીધે અથવા નિર્ણય કરવાની અશક્તિને કારણે, જે કરવા ન કરવાને વિવેક જ કરી શકો નથી અને ક્યા વર્તનથી પ્રાણનું ચિત્ત કિલષ્ટ-વધારે ખરાબ–થાય છે અને ક્યા વર્તનથી તે સારું-વિશદ્ધ થાય છે. આવા પ્રકારના કાર્યાકાર્યના વિચારને ન સમજનાર અને ખરાબ મને અને વિશુદ્ધ મન કયાં કારણેથી અને કેવા વર્તનથી થાય છે, તે ન સમજનાર પ્રાણી હજારે એને ખમે છે અને સંસારમાં રખડપટ્ટી કરે છે, અને સિદ્ધબુદ્ધ થઈ કદી મોક્ષ જ નથી. એ છેવટને ભાગ ત્રેવીસમા કલેકથી સમજ, તે રાગથી અને દ્વેષથી પિડાઈ, કાર્યાકાર્યના વિવેકને જાણ નથી, આવા કાર્ય–અકાર્યને નહિ જાણનાર પ્રાણી પણ સંસારમાં ખૂબ રખડે છે અને મનને સંકલેશ કરનાર અને મનની શુદ્ધિતાં જે લક્ષણે છે, તેને જાણવાની પણ ચિંતા કરતું નથી અને સંસારમાં રખડ્યા કરે છે અને મત આવે ત્યારે મને એક ખાડામાંથી બીજા ખાડામાં પડીને આયુષ્ય પૂરું કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org