________________
વૈરાગ્ય
મિથ્યાત્વ. એને વિસ્તાર સમજવા માટે તત્વાર્થની ટિપ્પણ વગેરે જેવાં. આ મિથ્યાત્વના જોરથી નજર કલુષિત થઈ જાય છે, એટલે પ્રાણુ સાચી વાર્તાને બેટી માને છે અને ખોટી વાતને સાચી માને છે. જેની નજર બગડેલી છે, એવા કમળાને વ્યાધિવાળાને સર્વ પીળું દેખાય છે, તેમ જ મિથ્યાત્વથી જેની નજર કલુષિત થયેલી હોય છે, તે સાચી વાતને સાચી ન જાણતાં બધે ખોટો જ રંગ જુએ છે અને એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે. એને સંસારને આરે દેખાતું નથી કે જડતું નથી. એવી રીતે મિથ્યાત્વ એની નજરને પાપમય બનાવી દે છે. અને એ મિથ્યાત્વથી હેરાન-પરેશાન થઈ જાય છે. આવા પ્રાણીને સાચી વાત કદી પણ સમજાતી નથી. એને સંસારને અભ્રરંગ બતાવવામાં આવે તે તે સ્થાયી રંગ છે એમ માને છે, અને તેના પર સ્થાયી તરીકે આસક્તિ કરે છે. એવા ઊંધા ચશ્મા પહેરી એ દુનિયાના સંબંધને સ્થાયી કે ઘરને માને છે અને પુગળમાં આસક્તિ રાખે છે. અથવા ઇન્દ્રિયજન્ય સુખને એ પિતાનાં અને સ્થાયી માને છે. મતલબ, એની કલુષિતપાપી દષ્ટિમાં જે કાંઈ આવે છે તે ઊલટું જ આવ્યા કરે છે અને તે સંસાર વધારનાર જ હોય છે. આવી રીતે તેનાં દીનતા અને દુઃખમાં વધારે થયા કરે છે. અને પાંચે આવે (પ્રાણાતિવાદ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ) એનું આ રૌદ્ર ધ્યાન સાથે અભિસંધાન કરાવે છે. એને આ રૌદ્ર ધ્યાનમાં રસ એટલે પડી જાય છે કે, એને સંસાર જ સૂઝે છે. એ જાણે છે કે, આ સર્વ અસ્થિર, અલ્પકાળની રમત છે, તે પણ તેમાં તે આસક્ત થાય છે અને પરિણામે એને મિથ્યાત્વના જેરથી સ્થિર કે અનંતકાળની જાણે છે અને સંસારમાં રખડપટ્ટી કરી વધારે હેરાન-પરેશાન થાય છે. આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને બરાબર ઓળખવા માટે “જૈનદષ્ટિએ ગ” જેવા વિજ્ઞપ્તિ છે. એ આશ્રવનાં ધ્યાને છે અને સંસારી જીવના ઉધામા છે. - હવે આપણે વિશેષ સમજણ માટે મિથ્યાત્વને સમજવા પ્રયત્ન કરીએ. મિથ્યાત્વ એટલે મિથ્યાદર્શન. આ સમ્યગદર્શનથી ઊલટું હોય છે. સમ્યગ્દર્શનમાં તાત્વિક શ્રદ્ધા હોય છે; જ્યારે મિથ્યાવમાં તેને અભાવ હોય છે. યથાર્થ શ્રદ્ધાને અભાવ અથવા અયથાર્થ વસ્તુ પર શ્રદ્ધા એવા એના ભેદ પડે છે. ચકલા, મેના, પિપટ વગેરે તદ્દન મૂઢ દશામાં હોય, તે એક વિભાગમાં મૂઢ દશામાં પડે છે. ઉપરને અયથાર્થ વસ્તુમાં શ્રદ્ધા થવી એ બીજે વિભાગ છે અને તે વિચારદશામાં હોય છે. વિચારશક્તિને વિકાસ થયે હોય, છતાં અભિનિવેશ કે પૂર્વગ્રહથી અયથાર્થ વસ્તુ ઉપર શ્રદ્ધા લાગે, ત્યારે વિચારદશામાં આ મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. એમાં વિચારક પ્રાણું પણ એકાંત સેવે છે, એક પ્રકારના ધોરણ પર ચઢી જાય છે અને શ્રદ્ધા ઉપર કુઠારાઘાત કરે છે. ઉપદેશજન્ય આ મિથ્યાત્વને અભિગ્રહીત મિથ્યાત્વ કહે છે, ત્યારે ઉપર કહેલાં મેના, પિપટને અનભિગ્રહીત મિથ્યાત્વ હોય છે. અનાદિકાળના ભારને લીધે આ મિથ્યાત્વ દશા થાય છે, તે અનભિગ્રહીતની કેટીમાં આવે છે. કીટ, પતંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org