________________
વૈરાગ્ય
રૂપ
૨. રાષ—એને અથ ક્રોધ, કાપ થાય છે. જે ઘરમાં આગ ઊઠે અને પાણીને જોગ ન થાય; તે તે ઘરને પ્રથમ બાળે છે. ક્રોધના પણ એવા જ સ્વભાવ છે; એ ક્રોધ કરનારને તે જરૂર ખાળે છે, પણ એને ખમાવનાર કોઈ હાજર ન હાય, તેા તે ચેપી રોગ થઈ સામાને અથવા માજુનાને પણ ક્રોધી બનાવે છે. એનાથી ચેતવાની જરૂર ખતાવવા એને દ્વેષના પર્યાયવાચી શબ્દ કહ્યો છે. ભડભડ સળગતા ક્રોધને કૃશાનુ કહ્યો છે. તે રાષના બીજો શબ્દ છે. એ સર્વથી ચેતવા સક્ષેપમાં જણાવી દીધું કે તે પણ દ્વેષના પર્યાયવાચી શબ્દ છે. અને ક્રોધ હુમેશા દ્વેષના ઘરના જ હોય છે, જ્યારે માન અને માયા રાગના ઘરના હાય છે. લેાભ રાગથી થાય છે. આવું કષાયનું સ્વરૂપ છે તે આપણે આવતા ત્રીજા પ્રકરણમાં જોઈશું.
૩. દોષ—અપરાધ, કસૂર, વાંક એ સર્વ આત્માને મલિન કરનાર છે. અને દ્વેષ એને જન્મ આપનાર હાવાથી એને દ્વેષના પર્યાયવાચી શબ્દ ગણવામાં આવ્યા. જ્યાં દેષ સંબધી વાત આવે ત્યાં મૂળે તે વાત દ્વેષના ઘરની છે, એમ સમજવું,
૪. દ્વેષ—દ્વેષને પર્યાય દ્વેષ શા માટે હોઈ શકે, તે મને સમજાયું નથી. પણ તે, એક જ અર્થના શબ્દો એકઠા કરવામાં આવ્યા છે, તે કારણે હાવું જોઇએ. આ આત્માને મલિન કરનાર દુગુ ણુ છે અને ગમે તે રીતે ઠારવા ચેાગ્ય છે. કહેવાની મતલબ એ છે કે, વીતરાગ હાય તે વીતદ્વેષ પણ જરૂર હોય. આની વ્યાખ્યા આવતા પ્રકરણમાં થશે.
૫. પરિવાદ—પારકાની નિંદા, ૫૨ ઉપર આપ તે પરિવાદ. ખાટું તહેામતનામું આપવું તે દ્વેષના ઘરની વાત છે. સામાના ઉત્કષર થતા હાય, તે ન જોતાં એને આળ ચઢાવવું, તે પણ આ પિરવાદમાં સમાય છે. એ શબ્દ જયાં વપરાયેા હાય, ત્યાં તે દ્વેષના ઘરને પર્યાયવાચી શબ્દ છે એમ જાણવું.
૬. મત્સર-આમાં અને પહેલા શબ્દ ઈર્ષ્યામાં ફેર શું છે તે જાણવા મુશ્કેલ છે. મત્સરમાં અદેખાઈનું તત્ત્વ છે. તેમ ઇર્ષ્યામાં અદેખાઈનું તત્ત્વ છે. અહીં તેા કહેવાના ભાવાર્થ એમ જણાય છે કે, જ્યાં મત્સર શબ્દ પર વિવેચન થાય ત્યાં દ્વેષના પર્યાયવાચી શબ્દ તરીકે તમારે સમજી લેવું.
૭. અસૂયા—ગુણુ ઉપર દોષનું આરોપણ કરવું, તે થાય છે. તે પણ દ્વેષજન્ય પર્યાયવાચી શબ્દ છે, તેમ સમજવું. અનેક દ્વેષના પર્યાયવાચી શબ્દો છે એ સંકેત ધ્યાનમાં રાખવેા.
૮. વેર—એના અ કોશકાર વીરપણું પણ કરે છે. અહીં તે તેને દુશ્મનાવટસામી પ્રીત–ના અર્થમાં વાપર્યો છે. જ્યાં વૈર શબ્દ પર વિવેચન આવે ત્યાં તે દ્વેષના ઘરનું છે એમ સમજવું.
Jain Education International
અસૂયા. તેવી વૃત્તિ અદેખાઈથી
આ સવ અને ખીજા
For Private & Personal Use Only
www.jainelibrary.org