________________
પ્રશમરતિ વિવેચન સહિત
મારાપણું પેાતાની માન્યતા પર જ આધાર રાખનાર રાગના પર્યાયવાચી શબ્દ છે, એટલું ધ્યાનમાં રહે. આ વસ્તુ મારી છે અને તે મારા તાખાની છે કે હું તેના સ્વામી છું, એ રાગથી જ થાય છે.
૩૪
૭. અભિનન્દ—આ પણ રાગના પર્યાયવાચી શબ્દ છે. કેશ પ્રમાણે તેના અથ થાડું સુખ' થાય છે. ઇષ્ટ વસ્તુ મળતાં મનમાં આનંદ થાય, તે અભિનન્દ કોઈ આપણી તારીફ કરે, ત્યારે આપણા મનમાં આનંદ થાય તે અભિનન્દ એ પણ રાગને જ પર્યાયવાચી શબ્દ છે.
૮. અભિલાષ—ઇચ્છા અથવા લેાભને અભિલાષ કહેવામાં આવે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનેરથ સેવવા, તે અભિલાષ. તે મને મળે તે સારું, એમ ઇચ્છવું તે અભિલાષ. એવા પ્રકારની ચાહના કરવી; વસ્તુ કે માણસને ઇચ્છવા તે અભિલાષ શબ્દમાં આવે છે. એ પણુ રાગના પર્યાયવાચી શબ્દ છે તે ધ્યાનમાં રાખવું.
આ આખા વર્ગમાં આઠે શબ્દો બતાવ્યા. એવા અનેક શબ્દો રાગના પર્યાય તરીકે જણાય છે. તે માટે સંબંધ પરથી તે સમજી લેવા, આ લેાકથી પર્યાય શબ્દના સંકેત બતાવવામાં આવ્યા છે. હવે પછીના લૈાકમાં રાગથી ઊલટા દ્વેષ શબ્દ છે, તેના સકેત ખતાવશે. અને ત્યાજ્ય છે, એમ ઉપમિતિભવપ્રપ`ચા કથા'ના કર્તા શ્રીસિદ્ધષિ કહે છે. એકને રાગકેસરી' અને ખીજાને દ્વેષગજેન્દ્ર'નું ત્યાં ઉપનામ આપ્યું છે. (૧૮)
દ્વેષના પર્યાયવાચી શબ્દો
"
ईर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरासूयाः । drप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १९ ॥
અથ...ઇર્ષ્યા, રાષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, કૈર, પ્રચ ́ડન આદિ અનેક દ્વેષના પર્યાયશબ્દો છે. (૧૯)
?
વિવેચન—આગળના લેાકમાં જણુાવ્યું છે, તે પ્રમાણે દ્વેષને હાથી સાથે સરખાવી તેનું દ્વેષગજેન્દ્ર ' નામ શ્રીસિદ્ધર્ષિએ આપ્યું છે. એના પર્યાયવાચી અનેક શબ્દો છે, તે આવે ત્યારે દ્વેષને ઉદ્દેશીને તે વર્ણવાયા છે, એમ સમજવું. આપણે તે પર્યાયવાચી શબ્દો વિચારીએ.
૧. ઈર્ષ્યા—કોઈ માણુસ ફતેહ પામતા હોય, તેની અદેખાઈ કરવી, તેની પાસે વસ્તુ હોય તે આપણી થાઓ અને તે તે વસ્તુ વગરના થઇ જાય, એમ ઇચ્છવું તે ઇર્ષ્યા; એમાં ઇર્ષ્યા અને ઈર્ષ્યા બન્ને સાચા શબ્દો છે અને તે ઈષ્ય ધાતુમાંથી નીકળે છે. એ જ્યાં જ્યાં વપરાય, ત્યાં ત્યાં તે દ્વેષનું એક રૂપ છે, એમ સમજવું. પડોશીની અદેખાઈ કરવી, તેની પાસે પૈસા તેા કાળા અજારના છે એમ કહેવું તે સર્વે ઈર્ષ્યાના વિભાગમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org