________________
૮]
મારી સિંધયાત્રા ----- ----- આવ્યા છીએ, પરંતુ બ્રિટીશ ગવર્નમેન્ટના અધિકાર નીચે છેલ્લા કેટલાક દિવસોથી પહેલાની અશાંતિ ઘણી શાન્ત પડી છે, એમ સિંધનો કેઈપણું અનુભવી કહી શકે છે. લશ્કરના પાકા બંદોબસ્ત થયા. દેશી અને અંગ્રેજી ભાષાની શાળાઓ દ્વારા પ્રજા શિક્ષિત થવા લાગી. તાર, ટપાલ, વાસ, રેડિયો આદિ સાધનો વધી જવાથી જુલમગારે જ્યાં ત્યાં નિર્ભયતાથી ધાર્યું કરતા હતા, તે હવે ડરવા લાગ્યા છે. બંદરી વ્યાપાર વધવાથી તથા વ્યાપારનું ક્ષેત્ર વધવાથી લોકોને પેટ ભરવાનું સાધન મળવા લાગ્યું છે. ધાર્મિક જુલ્મ પણ ઓછા થયા છે. ધીરે ધીરે સાહિત્યનો શોખ પણ વધવા લાગે છે. સિંધુ નદીમાંથી નહેરે કાઢીને જ્યાં ત્યાં પાણુની પુષ્કળ છૂટ થઈ ગઈ છે. અને તેના લીધે ખેતી પણ ખૂબ વધી રહી છે. મ્યુનિસીપાલીટીઓ સ્થપાઈ ચૂકી છે અને તેથી સ્થાનિક સ્વરાજ્યના લાભ મળવા લાગ્યા છે. ઠેકાણે ઠેકાણે દવાખાનાં ઉઘડયાં છે.
આમ સમયના વહેવા સાથે સિંધની સ્થિતિમાં ઘણું પરિવર્તન થવા પામ્યું છે..
- આખા સિંધને ગવર્નમેંટે આઠ જીલ્લાઓમાં વિભક્ત કર્યું છે-કરાચી, હિદ્રાબાદ, થરપારકર, દાદુ, નવાબશાહ, લારકાના, સખર અને ઉત્તર સરહદ. આમાં કરાચી, હૈદ્રાબાદ વિગેરે કેટલાંક મુખ્ય શહેરે તે ખાસ જોવા લાયક છે. આખા સિંધમાં એકજ દેશી રાજ્ય છે અને તે ખેરપુર. પ્રાચીન સ્થાને.
સિંધમાં અનેક પ્રાચીન સ્થાન છે, કે જે પુરાતત્ત્વની દૃષ્ટિએ ઘણું ઊંચું સ્થાન ધરાવે છે.
લારકાના જીલ્લામાં બાકરાણું સ્ટેશનથી લગભગ ૨૫ માઈલ દૂર “મોહન–જો–ડેરો' નામનું જે સ્થાન છે, એનું ખોદકામ થતાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org