________________
૩૦ ]
મારી સિંધયાત્રા
બાબતમાં પલટો ખવરાવી દીધા છે–એક માત્ર તમારા સમસ્ત ભાઈઓ બહેનના આંતરિક પ્રેમે-લાગણીએ–ભક્તિએ.'
“કરાચી આવવાનું નક્કી કર્યું છે. પોષ સુદિ ૪ના દિવસે પ્રસ્થાન કરીશું. એકાદ મહિનાની અંદર આડમેર પહોંચવા ધારીએ છીએ. તમે જાણીને ખુશી થશે કે, બી જયન્તવિજયજી મહારાજ અને મારી સાથેના બીજા સાધુઓએ પણ સાથે આવવા કબૂલ કર્યું છે. કુલ છ સાત સાધુઓ આવીશું.
તમે જાણતા હશે કે હું કરાચી શહેર જેવા નથી આવતો. તમારા જેવા ભક્તોના ઘરની સુંદર ગોચરીઓ વહોરવા નથી આવતો હું આવું છું સિંધમાં કંઈ સેવા કરવાને, ભગવાન મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા ડે ઘણે અંશે પણ ત્યારેજ થઈ શકશે કે, જયારે વ્યવસ્થા અને સંગઠન પૂર્વક કામ ઉપાડવામાં આવશે. આ જમાનો પ્રચાર કાર્યને છે, એ ભૂલવું ન જોઈએ.”
તા. ૧૬ મી જાન્યુઆરી ૧૯૩૭, મિતિ પોષ સુદિ ૪ સં. ૧૯૯૩ શનિવારનો દિવસ હતો. સવારના સવા નવ વાગે શિવગંજની પોરવાડની ધર્મશાળાથી, સિંધની યાત્રા માટે દેવગુરૂનું સ્મરણ કરી અમે સાત સાધુઓએ, અન્ય મિત્ર સાધુઓની અને ગૃહસ્થની વિદાય લઈ, પ્રસ્થાન કર્યું.
No Kin
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org